
રાષ્ટ્પતિ શાસન હટ્યા બાદ રાજ્યપાલે લેવડાવ્યા શપથ યુમનામ ખેમચંદ સિંહ બન્યા મણિપુરના નવા મુખ્યમંત્રી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જાહેરાત કરી હતી
મણિપુરમાં લાંબા સમય બાદ ફરી એકવાર લોકશાહી શાસનનો સૂર્યોદય થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જાહેરાત કરી છે. આ આદેશ સાથે જ રાજ્યમાં લગભગ એક વર્ષથી ચાલી રહેલા કેન્દ્રીય શાસનનો અંત આવ્યો છે. બીજી તરફ એનડીએએ મણિપુરમાં સરકાર બનાવી છે. લોકભવન ખાતે મણિપુર વિધાનસભા પક્ષના નેતા યુમનામ ખેમચંદ સિંહે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લાએ શપથ લેવડાવ્યા.
ગૃહ મંત્રાલયે આ મામલે બુધવારે (૪ ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી છે. આ ર્નિણય આજ ૪ ફેબ્રુઆરી ૨૦૨૬થી લાગુ થશે. નોટિફિકેશનના અનુસાર, બંધારણના અનુચ્છેદ ૩૫૬ની કલમ (૨)ના હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને મણિપુર રાજ્યમાં ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની ઘોષણાને રદ કરી છે. આ આદેશ સાથે રાજ્યમાં કેન્દ્રીય શાસનની વ્યવસ્થાનો અંત આવ્યો છે. બીજી તરફ યુમનામ ખેમચંદ સિંહના નેતૃત્વમાં દ્ગડ્ઢછ પ્રતિનિધિમંડળે લોકભવનમાં રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંધારણના અનુચ્છેદ ૩૫૬ની કલમ (૨) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫થી લાદવામાં આવેલું રાષ્ટ્રપતિ શાસન રદ કરવામાં આવ્યું છે. આ જાહેરાત બાદ તરત જ યુમનામ ખેમચંદ સિંહના નેતૃત્વમાં દ્ગડ્ઢછના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
દ્ગડ્ઢછ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયેલા યુમનામ ખેમચંદ સિંહ(મેતૈઈ સમુદાય) આજે સાંજે ૬:૦૦ વાગ્યે મણિપુરના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ શપથગ્રહણ સમારોહ લોક ભવન ખાતે યોજાયા. તેમની સાથે અન્ય પાંચ મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે, જેમાં બે નાયબ મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે:
* નેમચા કિપગેન: નાયબ મુખ્યમંત્રી (કુકી સમુદાય)
* લોસી દિખો: નાયબ મુખ્યમંત્રી (નાગા સમુદાય)
નવા મંત્રીમંડળમાં મેતૈઈ, કુકી અને નાગા એમ ત્રણેય સમુદાયોને પ્રતિનિધિત્વ આપીને રાજ્યમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે
યુમનામ ખેમચંદ સિંહ મણિપુર ભાજપના વરિષ્ઠ અને અનુભવી નેતા છે. તેઓ વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૨માં સિંગજામેઈ બેઠક પરથી ધારાસભ્ય પદે સતત બે વાર ચૂંટાયા છે. આમ તેમણે, વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૨ દરમિયાન તેમણે મણિપુર વિધાનસભાના અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી હતી. અગાઉની બીરેન સિંહ સરકારમાં તેઓ પંચાયતી રાજ, ગ્રામીણ વિકાસ અને શિક્ષણ જેવા મહત્ત્વના વિભાગોના મંત્રી રહી ચૂક્યા છે.




