
કિંમ જાેગનું નવુ પાલગપન!.સાઉથ કોરિયાનો પોપ્યુલર શો ‘સ્કિવડ ગેમ’ જાેવા પર બાળકોને આપ્યું મોત.દક્ષિણ કોરિયાની સિરિઝ જાેનારા બાળકોને મોતને ઘાટ ઉતારાયા : ઉત્તર કોરિયાનું નવુ ડેથ વોરંટ અત્યંત ભયંકર.દુશ્મની તો તમે અનેક દેશો વચ્ચે જાેઈ હશે. પરંતુ નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચેની દુશ્મની તો કંઈક અલગ જ છે. કેમ કે, ઉત્તર કોરિયાના તાનાશાહે એક એવો ર્નિણય લીધો છે. જેના કારણે ઉત્તર કોરિયાના લોકો ટીવી જાેતા પણ વિચાર કરે છે. કિમ જાેંગ ઉન ઈચ્છે છે કે તેમના દેશના નાગરિકો પડોશી દેશ દક્ષિણ કોરિયાનો કોઈપણ ટીવી શો ન જુએ.
દુનિયાનો સૌથી રહ્સ્યમય દેશ, જ્યાં મોત પણ એક ગુનો માનવામાં આવે છે. અહીં મોતનો હુકમ ખુદ દેશનો તાનાશાહ કિમ જાેંગ ઉન આપે છે. ક્યારેક કોઈને ગોળી મારી દેવામાં આવે છે. તો ક્યારેક શિકારી પ્રાણીઓના પાંજરામાં ફેકી દેવામાં આવે છે. તો ક્યારે ફાંસ પર લટકાવી દેવામાં આવે છે. પોતાની વિકૃતિઓ માટે દુનિયાભરમાં કુખ્યાત કિમ જાેગનું નવુ ડેથ વોરંટ તો વધુ ચોકાવનારુ છે. આનો ઉલ્લેખ એમનેસ્ટી ઈન્ટરનેશનલ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ દક્ષિણ કોરિયાની એક સિરીઝ જાેવાને કારણે સ્કૂલના બાળકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. યાંગગાંગ પ્રાંતમાં દક્ષિણ કોરિયાની સિરીઝ ‘સ્ક્વિડ ગેમ’ ખૂબ લોકપ્રિય હતી. ઉત્તર કોરિયાના કેટલાક કિશોરોએ ચુપચાપ આ સિરીઝ જાેઈ લીધી. ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયાનો ટીવી શો કે સિરિઝ જાેવા પર પ્રતિબંધ છે.




