ખલનાયકના રોલ માટે છ કરોડ ફી લીધાની ચર્ચા અર્જુન રામપાલ ફિલ્મ અર્જુન નાગામાં ખલનાયકની ભૂમિકામાં વિજય માલ્યા પર આધારિત મનાતી વેબ સિરિઝ બિલિયોનેરમાં પણ અર્જુનની મુખ્ય ભૂમિકા ‘ધુરંધર’ ફિલ્મની સફળતા અર્જુન રામપાલને એવી ફળી છે કે હાલ તે એકસાથે બે પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. સોમવારે ઇન્સ્ટા પર અર્જુન રામપાલે ‘અર્જુન નાગા’ ફિલ્મના સેટ પર દરવાજા ખૂલી રહ્યા હોવાનું જણાવી પોતાની જીન્સ અને ટી શર્ટમાં સજ્જ તસવીર મુકી આ જાહેરાત કરી હતી.‘અર્જુન નાગા’ ફિલ્મમાં હીરો ઉત્કર્ષ શર્મા અને હિરોઇન નિધિ અગરવાલ છે. અનિલ શર્મા અને તેમના પુત્ર ઉત્કર્ષ શર્મા માટે અગાઉ ‘ગદર ટ’ુ અને વનવાસ ફિલ્મકરી ચૂક્યા છે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ ખલનાયકની ભૂમિકા ભજવી રહ્યો છે અને આ ભૂમિકા ભજવવા માટે તેણે છ કરોડ રૂપિયાની તોતિંગ ફી વસૂલી હોવાની ચર્ચા થઇ રહી છે.આ અગાઉ અર્જુન રામપાલે તેની આગામી વેબ સિરિઝ ‘બિલિયોનેર’ માટે નવરાત્રિના પહેલાં શુભ દિવસે માતા દેવીના આશીર્વાદ માંગતી પોસ્ટ મુકી હતી. હંસલ મહેતા અને રોબી ગ્રેવાલ ર્નિદેશિત આ સિરિઝ વિજય માલ્યાની જીવનકથા પર આધારિત હોવાની ચર્ચા છે. જાેેકે, ફિલ્મની ટીમ આ વાત નકારી ચૂકી છે.




