
કેદારનાથ જનારાં માટે મહત્વના સમાચા.ખરાબ હવામાનમાં હેલિકોપ્ટર ઉડાન પર પ્રતિબંધ લગાવાયો.સુરક્ષિત લેન્ડિંગ અને ઉડાન સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવશે.ઉત્તરાખંડમાં આગામી એપ્રિલ ૨૦૨૬થી શરૂ થનારી ચાર ધામ યાત્રા માટે તંત્રએ અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે. ખાસ કરીને કેદારનાથ ધામ માટેની હેલિકોપ્ટર સેવાઓને લઈને ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UKADA) એ મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આ વખતે યાત્રાળુઓની સુરક્ષા અને હવામાનની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે.
UKADAના CEO આશિષ ચૌહાણે જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૩માં શરૂ થયેલી હેલિકોપ્ટર કંપનીઓની મુદત ૨૦૨૫માં પૂર્ણ થઈ રહી છે. આથી, ૨૦૨૬ની યાત્રા માટે ટૂંક સમયમાં જ નવી ઉડ્ડયન કંપનીઓ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ વખતે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા જારી કરાયેલ કડક માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત રહેશે. સુરક્ષિત લેન્ડિંગ અને ઉડાન સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવશે.
સુરક્ષાના કારણોસર લેવાયેલા સૌથી મોટા ર્નિણયમાં, કેદારનાથ માટેની શટલ સેવાઓમાં ૩૦ ટકાનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ દરરોજ અંદાજે ૨૬૪ શટલ ફેરા થતા હતા, જે હવે ઘટાડીને માત્ર ૧૮૪ કરવામાં આવ્યા છે. ખાસ કરીને જ્યારે હવામાન ખરાબ હોય અથવા વિઝિબિલિટી ઓછી હોય, ત્યારે કોઈપણ સંજાેગોમાં હેલિકોપ્ટરને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ર્નિણય ખીણમાં થતા અકસ્માતો રોકવા માટે લેવાયો છે.
દર વર્ષે લાખો ભક્તો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની મુલાકાત લે છે. પહાડી રસ્તાઓ પર મુસાફરી કરવી મુશ્કેલ હોવાથી મોટી સંખ્યામાં વૃદ્ધો અને અશક્ત લોકો હેલિકોપ્ટર સેવાનો લાભ લે છે. ગુપ્તકાશી, ફાટા અને સિરસી જેવા બેઝ કેમ્પ પરથી આશરે નવ જેટલી કંપનીઓ સેવા પૂરી પાડે છે. નવી ટેન્ડર પ્રક્રિયા બાદ ફેબ્રુઆરી-માર્ચ સુધીમાં ઓનલાઇન બુકિંગની પ્રક્રિયા પણ શરૂ થવાની સંભાવના છે.




