(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
૨૦૨૭ ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા, ભાજપે તેના સૌથી મહત્વપૂર્ણ સામાજિક અને રાજકીય મિશન પર કામ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ઉત્તરાખંડમાં ભાજપે દલિત મતોની મત બેન્કમાં તેની પહોંચ વધારવા માટે , ભાજપે સંત રવિદાસની ૬૫૦મી જન્મજયંતિ પર કેન્દ્રિત “સંપ સંકલ્પ અભિયાન” શરૂ કર્યું છે. પક્ષનો ઉદ્દેશ રાજયની આશરે ૧૭% દલિત મત બેંક પર તેની પકડ વધુ મજબૂત કરવાનો છે. આ હાંસલ કરવા માટે , સંત રવિદાસની ૬૫૦ મી જન્મ જયંતિ પર કેન્દ્રિત સમગ્ર દેશની સાથે ઉત્તરાખંડમાં સમરસતા સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવશે. ભાજપે આ અભિયાનને સામાજિક સંપ અને સાંસ્કૃતિક જાગૃતિના કાર્યક્રમ તરીકે વર્ણવી રહી છે. જોકે , વિપક્ષ તેને દલિત મતો મેળવવા માટે ચૂંટણી રણનીતિ ગણાવી રહ્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે આ ઝુંબેશ ફકત ધાર્મિક કે સામાજિક ઘટના નથી,પરંતુ ૨૦૨૭ની ચૂંટણી પહેલા સામાજિક સમીકરણોને પોતાના પક્ષમાં બદલવા માટે એક મોટી રાજકીય કવાયત પણ છે.
ત્યારે આવી સ્થિતિમાં દલિત સમુદાય ફરી એકવાર ઉત્તરાખંડ ની ચૂંટણીની રાજનીતિમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલંધરથી સંત રવિદાસ એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ પછી ભાજપે હવે સંત રવિદાસની ૬૫૦મી જન્મ જયંતિનું રાષ્ટ્રીય સ્તરનું અભિયાન શરૂ કરી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિદાસ દેશના સુપ્રસિધ્ધ મહાન સંત હતા. અને તેઓના આ દેશમાં લાખો-કરોડો અનુયાયીઓ છે. હાલમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન પૂરું થતાં કેટલાક વિઘ્ન સંતોષીઓ દેશમાંથી અનામત હટાવવા માટે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી દેશના યુવાનોને ભડકાવી શાંતિમાં પલીતો ચાપવાના જે પ્રયાસો કરે છે તે નિંદનીય છે. દેશની આઝાદીના આટલા વર્ષો પછી પણ દેશની અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિનો વિકાસ થયો નથી. કારણકે આ સમાજ પાસે વર્ષોથી ગુલામી કરાવવામાં આવી રહી છે. હાલમાં કેટલાક રાજ્યોમાં આ સમાજના યુવાન-યુવતીઓને રોજગારીની તક મળે તે પણ છીનવી લેવામાં આવી છે. સંતશ્રી રવિદાસની ૬૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરનારાઓએ સંતશ્રી રવિદાસના અનુયાયીઓને તેઓના મળવા પાત્ર ધંધા રોજગારથી
વિમુખ ના રાખવા જોઈએ.જો એટલું કરવામાં આવે તો સંતશ્રી રવિદાસની ૬૫૦મી જન્મ જયંતિની ઉજવણી સાર્થક ગણાશે.





