
રિયલ એસ્ટેટમાં ગુજરાતનો દબદબો અમદાવાદ એક નવા પાવર હાઉસ તરીકે ઉભરી આવ્યું માંગ અને પુરવઠાના શાનદાર આંકડાના કારણે અમદાવાદે ટિયર-૨ ટેગને પાછળ છોડીને ટિયર-૧ શહેરોની લીગમાં એન્ટ્રી કરી
મોંઘા ઘરોની વધતી જતી ઘેલછાએ ટિયર-૨ શહેરોમાં રિયલ એસ્ટેટનો સમીકરણો બદલી નાખ્યા છે. આ શહેરોએ ૨૦૨૫માં ૧.૪૮ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું, પરંતુ ઊંચા ભાવોને કારણે વેચાણમાં ૧૦% ઘટાડો થયો છે. PropEquity ના રિપોર્ટ અનુસાર, આ ટ્રેન્ડ વચ્ચે અમદાવાદ એક નવા પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું છે. માંગ અને પુરવઠાના શાનદાર આંકડાના કારણે અમદાવાદે ટિયર-૨ ટેગને પાછળ છોડીને ટિયર-૧ શહેરોની લીગમાં પોતાની એન્ટ્રી કરી છે.
વેચાણના મામલામાં વિશાખાપટ્ટનમમાં સૌથી મોટો ઘટાડો (૩૮%) જાેવા મળ્યો છે, ત્યારબાદ ભુવનેશ્વરમાં (૨૫%) અને વડોદરામાં (૧૯%)નો ઘટાડો થયો છે. બીજી તરફ મોહાલી અને લખનૌએ આ ટ્રેન્ડને વટાવો દીધો. મોહાલીમાં વેચાણ ૩૪% અને લખનૌમાં ૬% વધ્યું છે.
બજાર હવે વધુ મોંઘા ઘરો તરફ ઝુકાવ કરી રહ્યું છે. રિપોર્ટ દર્શાવે છે કે, ૧ કરોડ રૂપિયાથી ઓછી કિંમતના ઘરોના વેચાણમાં ૧૫% ઘટાડો થયો છે. તેમનો બજાર હિસ્સો ૨૦૨૪માં ૭૭%થી ઘટીને હવે ૭૨% થઈ ગયો છે. ૧ કરોડ રૂપિયાથી વધુ મોંઘા ઘરોના વેચાણમાં ૯%નો વધારો થયો છે, જેના કારણે તેમનો બજાર હિસ્સો ૨૩%થી વધીને હવે ૨૮% થઈ ગયો છે.
૨૦૨૬ની શરૂઆત સાથે જ અમદાવાદને હવે સત્તાવાર રીતે ‘ટિયર-૧‘ શહેર માની શકાય છે. ઘરોની લોન્ચિંગ અને વેચાણની દ્રષ્ટિએ અમદાવાદ ઘણા સ્થાપિત ટિયર-૧ શહેરોને પાછળ છોડી દીધા છે. વિકાસની રફ્તાર અને માંગની ઊંડાઈને જાેતાં તે હવે ભારતમાં મુખ્ય શહેરી કેન્દ્રો (ટિયર-૧)ની યાદીમાં સામેલ થઈ ગયું છે.
૨૦૨૫માં દેશના ટોપના ૧૫ ટિયર-૨ શહેરોમાં નવા ઘરોના સપ્લાઈમાં ૬% ઘટાડો જાેવા મળ્યો છે. આંકડા અનુસાર, ૨૦૨૪માં લોન્ચ થયેલા ૧૪૫,૧૩૯ યુનિટની સરખામણીમાં ૨૦૨૫માં ફક્ત ૧૩૬,૨૪૩ યુનિટ જ બજારમાં આવ્યા. આ ઘટાડો તમામ બજેટના ઘરોમાં નોંધાયો છે, જેમાં ૧ કરોડ રૂપિયાથી ઓછી કિંમતના ઘરોના સપ્લાઈમાં ૫% ઘટાડો અને ૧ કરોડ રૂપિયાથી વધુના પ્રીમિયમ ઘરોના સપ્લાઈમાં ૮% ઘટાડો થયો છે.
લોન્ચિંગના મામલમાં મોહાલીએ સૌથી શાનદાર પ્રદર્શન કરતા ૧૦૮%નો જંગી વધારો નોંધાવ્યો, જ્યારે ભોપાલમાં ૬૬%, અમદાવાદમાં ૩% અને જયપુરમાં ૨%નો વધારો જાેવા મળ્યો. તેનાથી વિપરીત અન્ય ૧૧ શહેરોમાં નવા લોન્ચિંગમાં ૫૭% સુધીનો ઘટાડો થયો, જેમાં ભુવનેશ્વરમાં સૌથી વધુ ઘટાડો જાેવા મળ્યો.
રિપોર્ટની એક ખાસ વાત એ હતી કે, ૨૦૨૫માં કુલ લોન્ચિંગમાં ગુજરાતના ચાર શહેરો (અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ)નો હિસ્સો ૬૪% હતો, જે રિયલ એસ્ટેટ માર્કેટમાં રાજ્યના મજબૂત પ્રભુત્વને પ્રતિબિંબિત કરે છે.
રોયલ ગ્રીન રિયલ્ટીના એમડી યશાંક વાસનના જણાવ્યા અનુસાર, ટિયર-૨ શહેરોમાં રિયલ એસ્ટેટ માર્કેટ હવે ખરીદદારો માટે પ્રથમ પસંદગી બની રહ્યું છે. તેમણે કહ્યું કે, ટિયર-૧ શહેરોમાં વધતા દબાણ અને વધુ સારા વિકલ્પોના અભાવને કારણે યુવા પેઢી હવે બહાદુરગઢ અને ઇન્દોર જેવા શહેરોને પસંદ કરી રહી છે. આ શહેરોમાં મિલકતના ભાવમાં તેમની આધુનિક જીવનશૈલી, ઉત્તમ કનેક્ટિવિટી અને મજબૂત માળખાગત સુવિધાને કારણે સતત વધારો જાેવા મળી રહ્યો છે.




