
આજે બોડકદેવ વિસ્તારમાં આવેલી Apollo હોસ્પિટલમાં વધારે અને ખોટો ચાર્જ લેતા દર્દીના સગાનો ફોન આવતા ત્યાં હોસ્પિટલ કેર કમિટિ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમાર આવી પહોંચ્યા હતા. ત્યાં ચોંકાવનારી માહિતી એવી મળી કે દર્દીને પેશાબ કરાવવા માટે કેથટન નાખવાનો ચાર્જ 47600/ બિલમાં આપેલ, સાથે ડૉક્ટર વીઝીટ ચાર્જ વધારે અને ઓછી વિઝિટને વધારે બતાવી વધુ ચાર્જ વસુલવામાં આવ્યો. દર્દીના સગા જાગૃત હોવાથી એમને માથાકૂટ કરતા આખો મામલો સામે આવેલ. હોસ્પિટલનો સ્ટાફ તો એમની સામે જાણે દાદાગીરી કરતો હોય એમ વ્યવહાર કરતો હતો. જાણે અમને કોઈનો ડર નથી, જે થાય તે કરી લો એવી બેફિકરાઈથી જવાબ આપેલ.
હોસ્પિટલ કેર કમિટિ આમ આદમી પાર્ટીને ફરિયાદ આવતા હોસ્પિટલ કેર કમિટિ પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમાર જાતે હોસ્પિટલ જતા સમગ્ર ઘટના સામે આવી. ભૂલ થઈ છે એવું સ્ટાફના લોકોએ સ્વીકારેલ , આ તો જાગૃત નાગરિક તરીકે દર્દીના સગાએ વિરોધ કરેલ પરંતુ આવા તો કેટલાય દર્દી હશે, જેમની સાથે આવી અનેક હોસ્પિટલ છેતરપિંડી કરતી હશે તો શું આરોગ્ય વિભાગ ઊંઘમાં છે. અને PMJAY જેવી યોજના મોટા ઉપાડે જાહેર કરે છે પણ દરેક મોટી હોસ્પિટલને દરેક રોગ માટે આ યોજના કેમ ફરજિયાત આપતા નથી? મતલબ સરકાર એવી ઇચ્છા રાખે છે કે ગરીબ વ્યક્તિ હોસ્પિટલના મસમોટા બિલ ચૂકવી અંતિમ શ્વાસ ભરે.
આ ભાજપ સરકારમાં મોટી હોસ્પિટલ જેને આપણે કોર્પોરેટ હોસ્પિટલ કહીએ છીએ એના જાણે રાફડા ફાટયા છે અને ગરીબ માણસોને ભરડામાં લીધે રાખે છે. Apollo હોસ્પિટલના સ્ટાફે સ્વીકાર્યું કે ખોટા બિલ છે તો શું આરોગ્ય વિભાગ કોઈ એક્શન લેશે? કે પછી આ સરકારની મીલીભગત સાબિત થશે? કોઈ અંકુશ નથી બિલ પર કે હોસ્પિટલના મેનેજમેન્ટ પર તો શું કરવા કોર્પોરેટ હોસ્પિટલને બનાવવા મંજૂરી આપવામાં આવે છે? કોઈ પણ હોસ્પિટલમાં ગેરરીતિ જોવા મળશે ત્યાં હોસ્પિટલ કેર કમિટિ આમ આદમી પાર્ટી તે હોસ્પિટલનો વિરોધ કરશે, એમ AAP હોસ્પિટલ કેર કમિટિ પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે જણાવ્યું હતું.




