
મહાશિવરાત્રીની અનોખી ઉજવણી બેરણા ધામમાં ૫૦ ફૂટ શિવજી પ્રતિમા સામે મહાજ્યોત પ્રજ્વલિતશિવરાત્રીના પાવન પ્રસંગે અને અન્ય દિવસોમાં પણ અહીંનો ભક્તિભાવ અને મેળાનો આનંદ જાેવા મળે છે
સાબરકાંઠામાં આવેલ બેરણા ધામ જ્યાં અનેક દેવમંદિરો આવેલા છે. શિવરાત્રીના પાવન દિવસે ભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિરોમાં ભોળાનાથની પૂજા-અર્ચના કરવા ઉમટે છે. શિવરાત્રીના તહેવારને લઈ આજે ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જાેવા મળ્યો છે. આ દિવસે ભગવાન શિવજીની આરાધના કરીને તેમની અનન્ય કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ અવસર છે.
બેરણા ધામમાં સવા મણ રૂ અને ૫૦ કિલો ઘીથી મહાજ્યોત બનાવવામાં આવે છે. આ જ્યોત વિશ્વ શાંતિ માટે પ્રજ્વલિત કરાય છે. દર વર્ષે, આ મહાજ્યોતના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવે છે અને ઘીનો અભિષેક કરીને ધન્યતા અનુભવે છે. આ જ્યોત પ્રજ્વલિત કરવાનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવો છે. બેરણા ધામમાં દર વર્ષે મહામેળો યોજાય છે, જેમાં ભક્તો ભોળા શંભુના દર્શન કરવા અને મહાજ્યોતના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટે છે. અહીં ૫૦ ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા અને મહાજ્યોતના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે અને મનની શાંતિ મેળવતા હોય છે. આ પવિત્ર સ્થળ ભક્તિ અને મેળાના આનંદ માટે જાણીતું છે.
શિવરાત્રી સિવાય બાકી દિવસોમાં પણ બેરણા ધામમાં ભક્તોનો મેળાવડો જાેવા મળે છે. અહીં ભક્તો વર્ષના ૩૬૫ દિવસ ઉમટે છે અને શિવજીની મહા પ્રતિમા તથા જ્યોતના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ પવિત્ર સ્થળે ભક્તો ધર્મ અને ભક્તિ સાથે સાથે વન ડે પિકનિકનો આનંદ પણ માણે છે.




