આ મુકાબલો ગૉલ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે ૨ ટેસ્ટ મેચની સિરીઝ આજથી શરૂ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે ભારતે આ સિરીઝ જીતવી પડશે ભારત અને શ્રીલંકા વચ્ચે ૨ ટેસ્ટ મેચની સિરીઝ રવિવાર, ૧૫ ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે ભારતે આ સિરીઝ જીતવી પડશે. આ મુકાબલો ગૉલ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે.
હેડ કોચ ગૌતમ ગંભીર માટે પણ આ સિરીઝ ખુબ મહત્વપૂર્ણ રહેવાની છે. તેના કોચ રહેતા ટીમ ઈન્ડિયાએ ૨૦૨૬ ટી૨૦ વિશ્વકપ અને ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. શુભમન ગિલ સહિત ઘણા ભારતીય ખેલાડીઓ શ્રીલંકામાં પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહ્યાં છે. આ સિરીઝમાં બંને ટીમો માટે ઘણી વસ્તુ દાવ પર હશે, પરંતુ ભારતમાં આ સિરીઝ કઈ ચેનલ અને એપ પર લાઇવ જાેઈ શકાય છે. અહીં તમને આ સવાલનો જવાબ મળશે.
ટીવી પર જાેવા ઈચ્છો છો તો સોની સ્પોર્ટ્સ નેટવર્ક તેનું લાઇવ પ્રસારણ કરશો. તો કોઈ એન્ડ્રોયડ ડિવાઇસ પર લાઈવ સ્ટ્રીમિંગ જાેવા ઈચ્છો છો તો સોની લેવ એપ પર જાેઈ શકશો.
તમે ભારત અને શ્રીલંકાની ટેસ્ટ સિરીઝ ફ્રીમાં પણ જાેઈ શકો છો. તે માટે તમારી પાસે ડિશ કનેક્શન હોવું જરૂરી છે. ડીડી સ્પોર્ટ્સ આ સિરીઝનું લાઈવ પ્રસારણ કરશે.
ભારતની ટીમ : શુભમન ગિલ કેપ્ટન, કેએલ રાહુલ, યશસ્વી જાયસવાલ, રિષભ પંત, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુખાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરૂનૂર બરાડ, દેવદત્ત પડિક્કલ, સારાંશ જૈન, આકિબ નબી, સરફરાઝ ખાન.
શ્રીલંકન ટીમ : ધનંજય ડી સિલ્વા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, લાહિરૂ ઉદારા, નિશાન મદુશંકા, દિનેસ ચંડીમલ, પસિંદુ સોરિયાબંદરા, સોનલ દિનુશા, નિરોશન ડિકવેલા, રમેશ મેન્ડિસ, પ્રભાત જયસૂર્યા, કેશરા નુવાંથા, મિલન રથનાયકે, અસિથા ફર્નાન્ડો, લાહિરૂ કુમારા, વિશ્વા ફર્નાન્ડો, દિલનાશ મદુશંકા.
એક તરફ ભારતીય ટીમ છે, જે નવેમ્બર ૨૦૨૪થી લઈને અત્યાર સુધી માત્ર એક ટેસ્ટ સિરીઝ જીતી શકી છે, જેમાં બે કે તેથી વધુ ટેસ્ટ રમાઈ હોય. પરંતુ પોતાની ૬૦૦મી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા જીતના માર્ગ પર પરત ફરવા ઈચ્છશે. બીજીતરફ શ્રીલંકાનો તાજેતરનો રેકોર્ડ સારો રહ્યો નથી. છેલ્લા આઠ ટેસ્ટ મુકાબલામાં ટીમ માત્ર એક જીત મેળવી શકી છે. તો ભારત વિરુદ્ધ તેણે ૨૦૧૫ બાદ એકપણ ટેસ્ટ મેચ જીતી નથી.





