
સોમનાથનો ગ્લોબલ ડેસ્ટિનેશ તરીકે થશે વિકાસયાત્રાધામના વિકાસ માટે ૫૫૦ કરોડની જાેગવાઇ.અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન અને સર્વાંગી વિકાસ માટે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.આજે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ રાજ્યના ૨૦૨૬ અને ૨૭નું બજેટ રજૂ કરતા કેટલીક મહત્વની જાહેરાત કરી છે. જેમાં રાજ્યના યાત્રાધામના વિકાસ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત યાત્રાધામના વિકાસ માટે બજેટમાં કરોડોની જાેગવાઇ કરાઇ છે. અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન અને સર્વાંગી વિકાસ માટે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂ.૫૫ કરોડ જાેગવાઇ કરાઇ છે. બીચ ટુરિઝમ માટે પણ બજેટમાં અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે.
સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ માટે રૂ.૬૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો બનાવવાની પણ જાહેરાત કરાઇ છે. જેના માટે રૂ.૪૪૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાતની વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ એક આગવી ઓળખ ઉભી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે,
સોમનાથમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવા ૪૪૭ કરોડની ફાળવણી કરાઇ છે.




