(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત શહેરમાં હાલના કલેક્ટર કે સને ૨૦૦૦ ના વર્ષથી ફરજ બજાવી ગયેલા કલેક્ટરોએ શહેરહિતમાં કયારેય પણ શહેરની દિશા કે દશા અંગે વિચારેલ નથી. સુરત શહેરમાં દર વર્ષે પાણીની રેલ આવે છે. પરંતુ આ દિશામાં કોઈ અધિકારી કે શહેરના કોઈ મોટા રાજકારણીએ આ અંગે ક્યારેય પણ વિચાર્યું નથી.
સુરત શહેરની વાત કરીએતો સુરત શહેરમાંથી ખાડીઓ પસાર થાય છે અને આ ખાડીઓમા દર વર્ષે પૂર આવે છે. આ પૂર પાછળનું મુખ્ય કારણ ખાડીઓના બંને બાજુના ગેરકાયદેસરના બાંધકામોથી થયેલા દબાણો જેના કારણે ખાડીઓના પ્રવાહ પર માઠી અસર થાય છે આને પ્રવાહ અવરોધાતા એ પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાય છે. એના કારણે શહેરના ૪૫ જેટલા નિર્દોષ માણસોએ જાન ગુમાવ્યા છે. શહેરમાં કલેક્ટર, મામલતદાર, મહેસૂલી અધિકારીઓ, સુડાના અધિકારીઓ, તલાટી કમમંત્રી, સિટી સર્વેના અધિકારીઓ ક્યારેય પણ પોતાની એ.સી ચેમ્બર છોડી બહાર નીકળતા નથી અને શહેરના માટે પૂર પાણીની ગંભીર સમસ્યા છે એ દિશામાં કોઈ વિચારતું નથી. સરકારી અધિકારીઓ,કોર્પોરેશનના શહેરી વિકાસ ખાતાના અધિકારીઓ બિલ્ડરોના વચેટિયાઓથી સતત ઘેરાયેલા રહે છે. અને તેઓને લાયજીનના કામોમાં રસ હોય છે અને તેમાંથી સારો એવો લાભ ઉઠાવતા હોય છે. સુરત શહેરના
વરસાદી પાણીની ગટરો સમયસર સાફ કરવામાં તંત્ર નિષ્ફળ જતાં શહેરમાં રોગચારાનો ભય સતાવી રહેલ છે. આવા ભ્રષ્ટ અધિકારીઓના પાપે યોગ્ય અને શહેરી વિકાસની કામગીરી થતી નથી. શહેરમાંથી પસાર થતી ખાડીઓની બંને સાઈડે કરાતા ગેરકાયદેસર બાંધકામના કારણે પાણીના વહેણ ખોરવાય છે જેના કારણે હાલમાં ૪૫ કરતાં વધુ શહેરીજનોએ જાન ગુમાવ્યા છે. રાંદેરનો ગોરાટ વિસ્તારમાં જે અશાંતધારામાં આવે છે ત્યાં ૧૧ હાઈરાઇઝ બિલ્ડીંગો બની ગઈ છે અને બની રહી છે. એક વ્યક્તિને પોતાના મકાન પૂરતું અશાંતધારાની મંજૂરી મેળવતા નાકે દમ આવી જાય છે. પરંતુ રાજહંસ ગ્રુપનો એટલો મોટો પ્રભાવ છે કે દેશના પ્રધાનમંત્રીની સાથે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ સાથે ડાયરેક્ટ ફોનથી સંપર્ક કરી શકે છે. સુરત શહેર કે ગુજરાત રાજય જ નહીં પણ દેશના અલગ-અલગ રાજયોના આ રાજહંસગ્રુપના પ્રોજેકટ ચાલી રહેલ છે.
મોટી રાજકીય તાકાત ધરાવનાર રાજહંસ ગ્રુપ કે હાઈરાઇઝ ટાવર બની ગયા છે અને હાલમાં બની રહ્યા છે. અશાંતધારાની પરવાનગી કલેક્ટર અને સુરત મ.ન.પાના અધિકારીઓએ પ્લાન પાસ કરેલ છે. રાંદેર ગોરાટના અશાંતધારા વિસ્તારમાં બનેલા ટાવરોની આજુબાજુની સોસાયટીઓના રહીશોએ વિરોધ કરેલો પરંતુ રાજહંસગ્રુપ શક્તિશાળી અને તાકાતવર ગ્રુપ છે.
આ વિસ્તારમાં કેટલાક સામાજિક કાર્યકરોએ આ ગેરકાયદેસર બાંધકામોએ કાયદાકીય રીતે લડત આપવા નક્કી કરેલ અને અશાંતધારા હેઠળના કામો અટકાવવા અને કલેક્ટર સમક્ષ લેખિત આવેદનપત્ર આપવાની તૈયારી કરતા રાંદેરના પોલીસ ઇન્સ્પેક્ટરે સામાજિક કાર્યકરોના ઘેર પહોંચી તેમને જણાવેલ કે ભાઈ આ બાબતમાં કોઈ વિવાદમાં આવવુ નહીં અને પબ્લિકને એકઠા કરી હલ્લાબોલ કે ધરણા દેવા નહીં. જે વાત કરો છો એ માંથી ખસી જાઓ. એમાં જ તમને ફાયદો છે. નહીંતર અસામાજિક તત્વો ધ્વારા ખોટી ઉશ્કેરણી કરાવી જે વિવાદ ઉભો થશે તેમાં ખોટા કેસ માં ફસાવી જેલ ભેગા કરશું. તમો શાંતિથી બેસી જાઓ એમાંજ તમારી ભલાઇ છે. જે પ્રોજેક્ટોમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી, કે મંત્રી અને મોટા મોટા સેલીબ્રિટીઓ હોય તેઓના પ્રોજેકટ કોણ રોકી શકે ?
સુરત શહેરના દેવધ ગામની ૭૩AA જગ્યા બલદેવ રાઠોડ, રમીલાબેન રાઠોડ ની જગ્યા અને નવી શરતની દેવધ દખણવાડાના જયંતિસિંહ,ઘનશ્યામસિંહ ની ૪૦ થી ૪૫ વીઘાની જગ્યામાં બિલ્ડર SNS ગ્રુપનો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ ચાલી રહેલ છે તેમજ વરિયાવ,ઓલપાડ આવી મોટી મોટી જગ્યાના સુરતના હાલમાં જ બદલી થયેલા કલેક્ટર સૌરભ પારધી એ ૭૩AA ની જમીન મુક્ત કરી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ આવી જગ્યા જે શહેરી વિસ્તારમાં હતી એના પ્લાન પણ પાસ કરી લીધા હતા.
કેટલીક જગ્યામાં એટ્રોસિટીના કાયદાનો દુરુપયોગ કરી લોકો વિરુદ્ધ ખોટા કેસ કરાવી રાતો રાત જગ્યા ખાલી કરાવી જગ્યા બિલ્ડરોને સુપ્રત કરાવી દીધી છે. આમ ૭૩AA ની જગ્યા હેતુફેર થાય છે. આમ કલેકટર અને સરકારી અધિકારીઓ આવા જ કામોમાં રચ્યા પચ્યા હોય છે. SMC અધિકારીઓ, શહેરી વિકાસ અધિકારીઓ બિલ્ડરોને તાત્કાલિક પ્લાન પાસ કરી દે છે અને પ્રોજેક્ટો ઉભા થઈ ગયા છે. જેના કારણે પાણી જેવી પૂર સમસ્યામાં ૪૫ જેટલા નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા છતાં એ દિશામાં અધિકારીઓ ધ્યાન આપી શક્યા નથી. જે મરનારા લોકોને રૂપિયા દસ લાખ (૧૦ લાખ) સુધીની રોકડ સહાય એમના પરિવારજનોને ચૂકવવામાં આવે એવી માંગણી વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર સુરતની માંગણી કરી છે.
સુરત માં નાસીર નગર , રાજકોટ નું જંગલેશ્વર, અમદાવાદનું ચંડોળો તળાવ અને રબારી વસવાટ જેવા વિસ્તારોમાં જો ભૂપેન્દ્ર દાદાનું બુલડોઝર ચાલતું હોય તો આ સુરતની ખાડીઓ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો તેમજ અશાંતધારાની ૧૧ ટાવર ૨૧ માળની હાઇરાઇઝ બિલ્ડીંગો વોર્ડ નંબર ૧૧ ની બિલ્ડિંગો ઉપર સરકાર દ્વારા બુલડોઝર કેમ ચલાવવામાં આવતું નથી.





