ઈન્સ્પેક્શન દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એક માણસે રાત્રે ૧૨.૧૩ વાગ્યે નવી મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કરીને જણાવ્યું, “દાઉદે તાજ હોટેલમાં બોમ્બ રાખ્યો છે મુંબઈની તાજ હોટેલમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી છે. રવિવારે (૧૨ જુલાઈ) અડધી રાત્રે મુંબઈની પ્રખ્યાત તાજ હોટેલમાં બોમ્બની ધમકી મળ્યા બાદ કંટ્રોલ રૂમમાં પોલીસની તપાસ તેજ કરી દેવામાં આવી છે. એક માણસે રાત્રે ૧૨.૧૩ વાગ્યે નવી મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કરીને જણાવ્યું, “દાઉદે તાજ હોટેલમાં બોમ્બ રાખ્યો છે.”
ત્યારબાદ આ માહિતી મુંબઈ મેઈન કંટ્રોલ રૂમને આપવામાં આવી. માહિતી મળતાની સાથે જ કોલાબા પોલીસ, ક્રાઈમ સીન ઈન્વેસ્ટિગેશન ટીમ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) તરત જ તાજ હોટેલ પહોંચી ગયા. ધમકી મળ્યા બાદ હોટેલની મેઈન લોબી, સ્વિમિંગ પૂલ, અલગ-અલગ હોલ, રેસ્ટોરન્ટ, પાર્કિંગ, બહારના વિસ્તારો અને અન્ય સેન્સિટિવ જગ્યાઓ પર કાઉન્ટર-ઈમરજન્સી ચેકિંગ કરવામાં આવ્યું. ઈન્સ્પેક્શન દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળ્યા નથી. ટેકનિકલ તપાસમાંથી જાણવા મળ્યું છે કે ધમકીભર્યો કોલ તુર્ભે વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો. આ નંબરના આધારે પોલીસે શંકાસ્પદ વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે અને તુર્ભે પોલીસ સ્ટેશનની મદદથી કોલ કરનારનો પતો લગાવવાનું કામ ચાલી રહ્યું છે. તાજ હોટેલમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. એજન્સીઓ દ્વારા કોલ કરનાર વ્યક્તિ વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસ આ ઘટનાને ધ્યાનમાં રાખીને સાવચેતી વર્તી રહી છે. હોટેલની આસપાસના વિસ્તારની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળ્યાના અહેવાલ નથી.
તપાસ એજન્સી આ અંગે હોટેલમાં છાનબીન કરવામાં જાેતરાઈ ગઈ છે. જાે કે ટીમને કંઈ જ મળ્યું નથી. હવે તે ફોન કોલનો પતો લગાવવા માટે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. તમમે જણાવી દઈએ કે થોડા મહિના પહેલા પણ આ પ્રકારનો ધમકીભર્યો કોલ હોટેલ સ્ટાફને મળ્યો હતો. હાલમાં આ ઘટના બાદ તાજ હોટેલની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.





