
અમેરિકા-રશિયા એલર્ટ.બેરિંગ સમુદ્રમાં ૬.૧નો શક્તિશાળી ભૂકંપ આવતા લોકોમાં ભારે ફફડાટ.રિપોર્ટ મુજબ, અલાસ્કા શહેરથી લઈ સાઈબેરિયા સુધી ભૂકંપનો સામાન્ય આંચકો અનુભવાયો છે.રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) ના રિપોર્ટ મુજબ મંગળવારે સવારે ૧૦.૪૧ કલાકે બેરિંગ સમુદ્રમાં ૬.૧નો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર ૪૫ કિલોમીટરની ઊંડાઈમાં હતું. જ્યાં ભૂકંપ આવ્યો, તેની પશ્ચિમમાં અમેરિકાનું અલાસ્કા શહેર અને પૂર્વમાં રશિયાનું સાઈબેરિયા શહેર આવેલું છે. રિપોર્ટ મુજબ, અલાસ્કા શહેરથી લઈ સાઈબેરિયા સુધી ભૂકંપનો સામાન્ય આંચકો અનુભવાયો છે. શક્તિશાળી ભૂકંપના કારણે અમેરિકા અને રશિયા એલર્ટ થઈ ગયા છે.
આમ તો બેરિંગ સાગરનો મધ્ય ભાગ લગભગ ભૂકંપ આવતો નથી. ઉત્તર દિશામાં ભૂકંપ સંબંધીત ગતિવિધિઓનો એક વિશાળ વિસ્તાર પશ્ચિમ અલાસ્કારના બેરિંગ જલડમરુમધ્યથી લઈને પૂર્વ રશિયા સુધી ફેલાયેલો છે. વૈજ્ઞાનિકનું માનવું છે કે, આ ચોક્કસ વિસ્તાર બેરિંગ માઈક્રોપ્લેટની ઉત્તરી સીમા દર્શાવે છે. અલાસ્કા યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, બેરિંગ સમુદ્રનો દક્ષિણ કિનારો એલ્યુશિયન આર્ક દ્વારા ઓળખાય છે, જ્યાં ભૂકંપ આવવાનું મુખ્ય કારણ સબડક્શન (જમીનની પ્લેટોનું એકબીજાની નીચે સરકવું) પ્રક્રિયા છે.
વર્ષ ૧૯૯૧માં આવેલો ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ અને એપ્રિલ ૨૦૧૦માં આવેલા ભૂકંપો વચ્ચે લગભગ ૨૧૦ કિમીનું અંતર હતું. આ બંને સમયગાળાના ભૂકંપો પૃથ્વીના ઉપરના પડના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં થતા ફેલાવા અને પૂર્વ-પશ્ચિમ દિશામાં આવતા દબાણનો સંકેત આપે છે. ૩૦ એપ્રિલ, ૨૦૧૦ના ભૂકંપનું કેન્દ્ર જેમ્ચુગ કેન્યોનના હેડવોલ વિસ્તારની નીચે આવેલી ‘ગ્રેબેન‘ જેવી સંરચના સાથે જાેડાયેલું હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ કેન્યોન કદની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી સબમરીન કેન્યોન માનવામાં આવે છે.




