
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, ગતરોજથી સોમનાથથી આમ આદમી પાર્ટીની જે “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત કરી છે, આ યાત્રા 26 ફેબ્રુઆરીના રોજ જામખંભાળિયાના ભાણખોખરીના પાટિયા પાસે પહોંચી રહી છે અને ત્યાં એક મોટી સભાનું આયોજન યોજાશે. આ સભામાં ખાતરના મુદ્દા, બિયારણના મુદ્દા, પાકને મળતા ભાવના મુદ્દા, વીમાના પ્રશ્નો અને સાથે સાથે ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલને લઈને ખેડૂતોને જે નુકસાન થવાનું છે, આ તમામ મુદ્દે આ સભામાં ચર્ચા કરવામાં આવશે અને અવાજ ઉઠાવવામાં આવશે.
વધુમાં ખેડૂત નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહેશે. તો હું આ વિસ્તારના તમામ ખેડૂતોને આ કાર્યક્રમમાં જોડાવા માટે આહવાન કરું છું. હું ખેડૂતોને એટલા માટે ખાસ કરીને આમંત્રણ આપું છું કારણ કે ખેડૂતો માટે 108 દિવસની જેલ કાપ્યા બાદ હું પ્રથમ વખત આ યાત્રાના માધ્યમથી ગુજરાતના ખેડૂતો વચ્ચે આવી રહ્યો છું. તો હું આપ સૌને મળવા માંગુ છું, તો આપ તમામ લોકો મોટી સંખ્યામાં પધારો, એવી મારી અપીલ છે. આપણે તમામ લોકો મળીએ, ખેડૂતો માટે ચર્ચા કરીએ અને ખેડૂતોના મુદ્દાને ઉજાગર કરીએ, એ માટે આપ સૌ લોકો આવતીકાલે સાંજે 6 વાગે મોટી સંખ્યામાં પધારો એવી તમામને અપીલ છે.




