
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી હનુમાનજીના પરમ ભક્ત છે અને તેઓ હનુમાનજીમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. અરવિંદ કેજરીવાલજી પર ખોટા આરોપો લગાવીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને તેમની ઈમેજ ખરાબ કરવાની ખૂબ જ કોશિશ કરવામાં આવી હતી છતાં પણ આખરે તેઓ નિર્દોષ જાહેર થયા. કોર્ટે અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયા સહિત તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા અને એની સાથે જ તેમના વિરુદ્ધ કરવામાં આવેલા તમામ કાવતરા નિષ્ફળ સાબિત થયા. આમ આદમી પાર્ટીનું માનવું છે કે અરવિંદ કેજરીવાલજીને હનુમાનજી પ્રત્યે જે અતૂટ શ્રદ્ધા છે તેના કારણે હનુમાનજીએ કેજરીવાલજી સહિત તમામનું રક્ષણ કર્યું અને સત્યની જીત થઈ ધર્મની જીત થઇ. તો આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન દ્વારા આજે હોળીના પવિત્ર તહેવાર પર સમગ્ર ગુજરાતમાં હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાર્થના કરવામાં આવી હતી કે હનુમાનજી દેશને નુકસાન પહોંચાડવાવાળી તમામ શક્તિઓથી દેશનું રક્ષણ કરે અને હંમેશા સત્ય અને ઈમાનદાર લોકોની જીત થાય.
તો આજે તમામ જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હનુમાન ચાલીસા પાઠના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને શ્રદ્ધાપૂર્વક રીતે પાઠનું પઠન કર્યું હતું. હનુમાન ચાલીસાના પાઠના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ પ્રાર્થના કરી હતી કે ગુજરાતને તથા દેશને હનુમાનજી રક્ષણ આપે અને લોકો જે દુઃખ, દર્દ અને તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે, તેમાંથી લોકોને છુટકારો અપાવે અને રક્ષણ આપે. જે રીતે અરવિંદ કેજરીવાલજીના કેસમાં પરમાત્મા દ્વારા આમ આદમી પાર્ટીની મદદ કરવામાં આવી હતી, તે જ રીતે આશા છે કે આવનારા સમયમાં ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીને હનુમાનજી અને પરમાત્મા દ્વારા શક્તિ આપવામાં આવશે. ઉપરવાળાના આશીર્વાદ સાથે આમ આદમી પાર્ટી વધુ મજબૂતીથી ખેડૂતો, યુવાનો, મહિલાઓ, નાના વેપારીઓ, મજૂરો, ગરીબ, મધ્યમ વર્ગ, વંચિત-શોષિત સહિત તમામ જાતિ ધર્મ અને તમામ વર્ગના લોકો માટે લડત લડશે અને તમામ લોકોને તેમના હક-અધિકાર સાથે સાથે ન્યાય પણ અપાવશે.




