
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત શહેરના વિવિધ વિસ્તારોમા યેન કેન પ્રકારે ખેતીની પાકતી જમીનો મળતિયા બ્રોકરો ધ્વારા ખરીદી ચોથા ભાગનું પેમેન્ટ કરી ખેડૂતોને રાતા પાણીએ રડાવતા શહેરના વગોવાયેલા શંકર મારવાડી જેવા બિલ્ડરો ઓફિરા માર્કેટના નામે પ્રોજેકટ ઊભો કરવાના દિવા સ્વ્પન બતાવી ગ્રાહકો પાસે બુંકિંગના નામે ૩૫ % થી ૪૦% જેટલી રકમ એડવાન્સ લઈ કાચી ડાયરી અને સોદા ચીઠ્ઠી બનાવી મળતિયા બ્રોકરો ધ્વારા નાણાં અંકે કરી પ્રોજેકટને અધૂરો છોડી બુંકિંગ કરાવનારાઓ સામે રીતસર છેતરપિંડી કરી ચારસો વીસી કરી રહ્યા છે. ત્યારે આવા બિલ્ડરો કે જેઓના પ્રોજેકટો ૮ થી ૧૦ વર્ષના વહાણા વાયા છતાં પૂરા થયા નથી એના કારણે એમાં બુંકિંગના નામે પૈસા ભરનારા મિડલ કલાસના દુકાનદારો સારી આશાએ દુકાનના માલિક બનશે એવા સોનેરી ભવિષ્ય સાથે જ્યારે શંકર મારવાડી જેવા બિલ્ડરોના છેતરપિંડીનો ભોગ બને છે ત્યારે આવા બિલ્ડરો ઉપર સુરત મ.ન.પા સહિત કલેકટરે કડક હાથે કામ લઈ
એમના પ્રોજેકટોને જાહેર હિતમા હરાજી કરી બુકિંગોના નાણાં મિડલ ક્લાસના દુકાનદારોને પાછા અપાવવા જરૂર પડે તો લેન્ડ ગ્રેબિંગનો ગુનો લગાવીને પણ શંકર મારવાડીનો કાન આમળવો જરૂરી છે.
કારણકે આવા ખંધા બિલ્ડરોના પ્રોજેકટોમા સોનેરી સ્વ્પન સાથે દુકાનો બુક કરાવનારા વેપારીઓ જ્યારે લાંબા સમય સુધી પોતાને દુકાનની ફાળવણી ક્યારે કરવામાં આવશે? અથવા પૈસા પાછા લેવા માટે બિલ્ડરની ઓફિસે જાય છે ત્યારે બિલ્ડર પોતે જ ઉઘરાણી કરનારા વેપારીઓને ગાળા-ગાળી કરી, દાદાગીરી કરી ,ધક્કા મારી મારા-મારી કરવા સાથે માં-બેનની ગાળો દેતા હોવાથી વેપારીઓ ચૂપ થઈને બેસી રહે છે. જેનાથી બિલ્ડરોની હિંમત ખુલી જાય છે. ત્યારે અહી સવાલ એ છે કે જો સરકારી કોન્ટ્રાકટર સમય મર્યાદામા ટેન્ડર મુજબ તેનો પ્રોજેકટ પુરો ન કરે તો એને સરકાર ધ્વારા બ્લેકલિસ્ટ ની સાથે સાથે પેનલ્ટી લગાડીને અન્ય પ્રોજેકટ માંથી બાદબાકી કરવામાં આવે છે. એજ રીતે શંકર મારવાડી જેવા બિલ્ડરોના ધૂળ ખાતા પ્રોજેકટો બદલ એમના આર્કિટેકના લાઈસન્સ કેન્સલ કરવા સાથે બિલ્ડરને પણ બ્લેકલિસ્ટ કરી એના નવા પ્રોજેકટોને મંજૂરી ન આપવી જોઈએ. અને કલેક્ટર ધ્વારા કાયદેસર રીતે લાંબા સમયથી ધૂળ પડેલા પ્રોજેકટો સરકાર હસ્તક લઈ એની જાહેર હરાજી કરી અન્ય વ્યક્તિઓને પ્રોજેકટનો કોન્ટ્રાકટ આપી પ્રોજેકટ પુરો કરાવી બુંકિંગ કરાવનારાઓને દુકાનોની ફાળવણી કરવી જોઈએ અથવા નાણાં પરત કરવા જોઈએ.
સદર બાંધકામો અંગેની તપાસની કામગીરી કરવાની ખરેખર તો સુરત મ.ન.પા ના અધિકારીઓની જવાબદારી બને છે. જેમાં સુરત મ.ન.પા ધ્વારા મંજૂર કરાયેલ પ્લાન, બાંધકામ અંગે આપવામાં આવેલી રજા ચીઠ્ઠી, ફાયર NOC, BUC વિગેરે નીતિ નિયમોનું પાલન બિલ્ડરો ધ્વારા કરવામાં આવ્યું છે કે નહીં તેમજ સમય મર્યાદામાં પ્રોજેકટ બિલ્ડર ધ્વારા પુરો કરવામાં આવ્યો છે કે નહીં એની પણ તપાસ કરવાની જવાબદારી મ.ન.પા ના અધિકારીઓની હોય છે છતાં એ કામગીરી ભ્રષ્ટ અધિકારીઓ ધ્વારા કરવામાં આવતી નથી. અને બિલ્ડરો સાથે મળી કુલડીમાં ગોળ ભાંગી અધિકારીઓ ધ્વારા આંખ આડા કાન કરાતા હોવાથી પણ શંકર મારવાડી જેવા બિલ્ડરો ગ્રાહકોને ઠંડા પાણીએ નવડાવતા હોવાથી નિર્દોષ મિડલ ક્લાસના વેપારીઓ આવા બિલ્ડરોનો છેતરપિંડીનો ભોગ બને છે. અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલિન પુરવઠા મંત્રીના આશીર્વાદથી એક સમયે સરકારી સસ્તા અનાજની દુકાન ચલાવનાર અને આજે બિલ્ડર બની જનાર શંકર મારવાડી જેવા તો કેટલાય શંકર મારવાડીઓ આજે સુરત ના વિવિધ વિસ્તારોમાં અધૂરા પ્રોજેકટો છોડી બુંકિંગ ના નામે એડવાન્સ નાણાં લઈ ગ્રાહકોને પોશ-પોશ આંસુએ રડાવનારાઓની શાન ઠેકાણે લાવવા હવે વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર હવે મેદાન –એ-જંગ માં ઉતરી છેતરાયેલા ગ્રાહકોને ન્યાય અપાવવા કમર કસી રહ્યું છે ત્યારે બિલ્ડરોના ભોગ બનેલાઓ સામે જો સુરત મ.ન.પા ના મ્યુ.કમિશ્નર અને કલેક્ટર ધ્વારા કાયદેસરના પગલાં નહીં ભરવામાં આવે તો તેમની સામે પણ ગ્રાહકોના હિતમાં ન્યાય માટે લડત ચલાવવા વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર ધ્વારા ગુજરાત હાઈકોર્ટ માં પિટિશન (PIL) દાખલ કરીને બિલ્ડરો સહિત સરકારી તંત્ર ને પણ કાયદાનું ભાન કરાવશે.




