IMD એ જાહેર કર્યું રેડ એલર્ટ મુંબઈમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ મુંબઈમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા મુંબઈમાં ચોમાસાનો વરસાદ ફરી એકવાર તોફાની બન્યો છે. શહેરમાં ભારે વરસાદ સાથે જાેરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. જાે તમે છત્રી લઈને બહાર નીકળતા હોવ તો પણ ભારે વરસાદ અને પવનથી બચવું મુશ્કેલ બની રહ્યું છે. વરસાદના કારણે શહેરમાં વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે અને સમુદ્રમાં ઊંચી લહેરો ઊઠવા લાગી છે.
શહેરની ઊંચી ઇમારતો ધુમ્મસની ચાદરમાં લપેટાયેલી જાેવા મળી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ નાગરિકોને અપીલ કરી છે કે અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘર બહાર નીકળવું. પોતાની અને પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. મુંબઈના કોસ્ટલ રોડ વિસ્તારમાં હાલમાં ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગ(IMD)એ આજે પણ મુંબઈના અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ યથાવત રાખ્યું છે. મ્સ્ઝ્રએ પણ ભારે વરસાદની ચેતવણી સાથે હાઈ ટાઈડ (સમુદ્રમાં ઊંચી લહેરો) અંગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, ઉત્તર કોંકણના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત ઉત્તર મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ૩૦થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન, વીજળીના કડાકા-ભડાકા અને અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે મરાઠવાડાના જિલ્લાઓમાં ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન, વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદ અને પવનને કારણે મુંબઈમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ ટ્રાફિક અને લોકલ ટ્રેન સેવાઓ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશાસને નાગરિકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.





