
શહેરમાં ૨૧ દિવસના અંતરે બુક થશે એલપીજી સિલિન્ડર દેશમાં એલજીપી સિલિન્ડરની અછત નથી : પેટ્રોલિયમ મંત્રી ગ્રામ્ય વિસ્તારમાં ૨૫ દિવસના અંતરે બુક થશે નવો સિલિન્ડર દેશમાં ગેસ સંટકને લઈને સંસદમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યુ કે દેશમાં પર્યાપ્ત LPG સિલિન્ડર છે અને કોઈએ ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે બ્લેક માર્કેટિંગ રોકવા માટે સરકારે મહત્વપૂર્ણ પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર ગ્રામિણ વિસ્તારમાં ૪૫ દિવસ બાદ તો શહેરી ક્ષેત્રોમાં ૨૫ દિવસ બાદ બીજા LPG સિલિન્ડરનું બુકિંગ થશે.
લોકસભામાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ- મોડર્ન એનર્જી હિસ્ટ્રીમાં દુનિયાએ આવો સમય પહેલા ક્યારેય જાેયો નથી. ભારતની ક્રૂડ સપ્લાયની સ્થિતિ સુરક્ષિત છે અને વોલ્યુમ હોર્મુઝથી મળનાર વોલ્યુમથી વધુ છે. સંકટ પહેલા ભારતનું લગભગ ૪૫ ટકા ક્રૂડ સ્ટ્રેટ ઓફ હાર્મુઝના રસ્તેથી આયાત થતું હતું. પ્રધાનમંત્રી મોદીની શાનદાર કૂટનીતિક પહોંચ અને શાખને કારણે, ભારતે એટલું ક્રૂડ વોલ્યુમ હાસિલ કર્યું છે, જેટલું આ સમયે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી મળી શકતું હતું.
દેશમાં એલપીજી સંકટ પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું, છેલ્લા પાંચ દિવસમાં, રિફાઇનરના નિર્દેશ હેઠળ એલપીજી ઉત્પાદનમાં ૨૮ ટકાનો વધારો થયો છે અને આગળની ખરીદી ચાલી રહી છે. મોદી સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે કે ભારતના ૩૩ કરોડ પરિવારો, ખાસ કરી ગરીબો અને જરૂરિયાતમંદોને રસોઈમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય. ઘરેલું સપ્લાય સુરક્ષિત રહે અને ડિલીવરી સાયકલમાં કોઈ ફેરફાર થયો નથી. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં એલપીજીનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે રેસ્ટોરન્ટ બંધ છે. તેમણે કહ્યું કે એલપીજીને લઈને લોકોમાં ગભરાટ છે અને નાના વ્યાપારી પ્રભાવિત થઈ રહ્યાં છે. તેના પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ- આ અફવા ફેલાવવા કે ખોટી વાતો કરવાનો સમય નથી. ભારત ઈતિહાસમાં સૌથી ગંભીર વૈશ્વિક ઉર્જા વિક્ષેપમાંથી પસાર થઈ રહ્યું છે. ફળોની સપ્લાય થઈ રહી છે અને ઘરો તથા ખતર માટે ગેસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.




