Health News: હાલની સ્થિતિએ બિમારીઓ દિવસેને દિવસે વધી રહી છે. એમાં પણ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બિમારી ઘરે ઘરે જોવા મળી રહી છે..એવામાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને ડોક્ટર વધારે નમક અને ગરમ વસ્તુઓ ખાવાની મનાઈ કરે છે. હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે હાઈ બ્લડ પ્રેશર વધારે ખતરનાક છે. હાઈ બ્લડ પ્રેશરથી હ્રદયની ધમનીઓ પર ખરાબ અસર પડે છે. જેના કારણે અન્ય બિમારીઓ થવાનો પણ ખતરો રહે છે. તો સવાલ એ થાય છે કે શું લીંબુ પાણી પીવું યોગ્ય છે? લીંબુ પાણીમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જેથી તે બ્લડ પ્રેશરને વધારી શકે છે. પરંતુ લીંબુમાં મળતું વિટામિન સી ધમનીઓ અને નસો માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.
શું લીંબુ પાણી તાત્કાલિક બ્લડ પ્રેશર ઘટાડી શકે છે?
NCBIના રિપોર્ટ અનુસાર લીંબુમાં ફ્લેવોનોઈડ્સ અને કેરોટીનોઈડ્સ નામનું તત્વ ભરપૂર માત્રામાં હોય છે. ત્યારે જો હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ લીંબુ પાણી પીવે તો તેમને ઘણો ફાયદો થાય છે. આ સિવાય તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે..
જે આપણી નસોમાં ફસાયેલી ગંદકીને ડિટોક્સિફાય કરવામાં અને તેને દૂર કરવામાં મદદ કરે છે. લીંબુ પાણી એક ક્લીનઝર જેવુ કામ કરે છે.. લીંબુ પાણી આપણી નસોમાં જે બેડ કોલેસ્ટ્રોલ જમા થાય છે તેને દુર કરવાનું કામ કરે છે.. જેથી હાઈ બીપી પણ કંટ્રોલમાં રહે છે.
હાઈટ્રેડ રાખવા માટે લીંબુ છે અસરકારક…
હાઈ બીપીમાં લીંબુ પાણી ખુબ જ અસરકારક છે. શરીરને હાઈડ્રેડ કરવામાં માટે લીંબુ પાણી ખુબ સારૂ કામ કરે છે.. સાથે જ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ખુબ લાભદાયક છે.. કારણ કે તે નસોને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.. સાથે સાથે તે બ્લડ સર્કુલેશનને પણ સારૂ કરે છે. જેથી હાઈ બીપીના દર્દીઓ માટે લીંબુ પાણી ખુબ જ અસરકાર છે.
લીંબુ પાણીમાં એન્ટીઓક્સીડેંટસ ભરપૂર માત્રામાં મળી આવે છે.. જે ફાઈન રેડિકલ્સ હોય છે તે હ્રદયને નુકસાન પહોંચાડવાથી બચાવે છે.. જેના કારણે બ્લડ વેસેલ્સ સારી રીતે કામ કરી શકે છે.. આ સાથે જ હ્રદય સાથેની બિમારીઓનું પણ જોખમ ઓછુ રહે છે.. આ રિપોર્ટના આધાર પર એ કહી શકીએ કે લીંબુ પાણી પીવાથી હ્રદયને નુકસાન થતું નથી.. પણ હ્રદય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે..