
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો ર્નિણય કેન્દ્રીય મંત્રી પાટીલે પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ પીએમ મોદીની અપીલનો સહર્ષ સ્વીકાર કરી ર્નિણય કર્યો
દેશની આર્થિક સ્થિતિ અને ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને સાત અપીલ કરી હતી, જેમાં ઇંધણનો બચાવ કરવાનો પણ સામેલ છે. વડાપ્રધાનની આ અપીલની સીધી અને મોટી અસર ગુજરાતમાં જાેવા મળી છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ પીએમ મોદીની અપીલનો સહર્ષ સ્વીકાર કરી ર્નિણય કર્યો કે હવેથી તેઓ કોઈ પણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ ગાડીઓના કાફલાનો ઉપયોગ કરશે નહીં.
કેન્દ્રીયમંત્રી પાટીલે જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પાયોલોટિંગ કે એસ્કોર્ટ કારનો ઉપયોગ ન કરવાનો ર્નિણય કર્યો છે. પાટીલે કહ્યું કે વિશ્વ ક્રુડ ઓઈલ કટોકટી અને યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું હોય ત્યારે એક જવાબદાર જનપ્રતિનિધી તરીકે ઈંધણ બચાવવું આપણી નૈતિક ફરજ છે. આ નિયમનો અમલ આજથી જ શરૂ કરી દેવાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક આત્મરક્ષાની અપીલ બાદ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહત્વનો ર્નિણય લીધો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં ર્નિણય કર્યો કે ઈંધણની બચત કરવા માટે હવે તેઓ ઝેડ પ્લસ સુરક્ષાનો કાફલો અને રાજ્યના પ્રવાસોમાં હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીનો ત્યાગ કરશે. રાજ્યપાલ હવે એસ.ટી.બસ, ટ્રેન તથા જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો ર્નિણય કર્યો છે. ઉપરાંત રાજ્યપાલે પોતાના સુરક્ષા કાફલામાં પણ ગાડીઓની સંખ્યા ન્યૂનતમ રાખવા આદેશ આપ્યા છે. આટલું જ નહીં રાજ્યની તમામ યુનિવર્સિટીઓને સપ્તાહમાં એક દિવસ કમ્બશન એન્જિન મુક્ત દિવસ તરીકે ઉજવવા અને વિદ્યાર્થીઓને સાયકલ કે ઈલેક્ટ્રિક વાહન વાપવા અપીલ કરી છે.
પીએમ મોદીની અપીલ બાદ અનેક મંત્રીઓએ પાયલોટિંગ છોડ્યું છે. પ્રફુલ પાનસેરિયા, સંજયસિંહ મહીડા, સ્વરૂપજી ઠાકોર પાયલોટિંગ કારનો ઉપયોગ કરશે નહીં. સરકારના મંત્રી કાંતિ અમૃતિયા, ધારાસભ્ય સંજય કોરડિયા પાયલોટિંગ કારનો ઉપયોગ કરશે નહીં. પેટ્રોલ-ડીઝલની બચત કરવા માટે મંત્રીઓએ આ પહેલની શરૂઆત કરી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનની અપીલનો સ્વીકાર કરીને પોતાનો આગામી અમેરિકાનો પ્રવાસ તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે. આ સાથે જ તેમણે રાજ્યના નાગરિકોને પણ પીએમ મોદીની આ ઝુંબેશમાં પૂરો સહયોગ આપવા વિનંતી કરી છે.





