
માઈકલ બી. જાેર્ડન બેસ્ટ એક્ટર, જેસિકા બકલી બેસ્ટ એક્ટ્રેસ ‘વન બેટલ આફ્ટર અનધર’ ફિલ્મે જીત્યો બેસ્ટ પિક્ચર એવોર્ડ પોલ થોમસ એન્ડરસનના ર્નિદેશનમાં બનેલી વોર્નર બ્રધર્સની આ ફિલ્મને ‘બેસ્ટ પિક્ચર’ તરીકે જાહેર કરવામાં આવી ૯૮માં એકેડેમી એવોર્ડ્સનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે શોને કોમેડિયન કોનાન ઓ’બ્રાયન હોસ્ટ કરી રહ્યા છે.
આ વર્ષે ‘સિનર્સ’ ૧૬ નોમિનેશન સાથે ઇતિહાસ રચી રહી છે, જ્યારે લિયોનાર્ડાે ડિકેપ્રિયોની ‘વન બેટલ આફ્ટર અનધર’ પણ મજબૂત ટક્કર આપી રહી છે. ભારત માટે ખાસ વાત એ છે કે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પ્રેઝન્ટેટર તરીકે સામેલ થઈ છે.ઓસ્કાર ૨૦૨૬માં રાયન કુગલરની ફિલ્મ ‘સિનર્સ’ ને સૌથી વધુ ૧૬ નોમિનેશન મળ્યા હતા, જે ઓસ્કારના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ છે. જાેકે, આ ફિલ્મે કુલ ૪ એવોર્ડ જીત્યા છે, જેમાં બેસ્ટ એક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે, બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો સમાવેશ થાય છે.બીજી તરફ, ‘વન બેટલ આફ્ટર અનધર’ ને ૧૩ નોમિનેશન મળ્યા હતા અને તે સૌથી વધુ એવોર્ડ જીતવામાં સફળ રહી હતી. આ ફિલ્મે કુલ ૬ ઓસ્કાર પોતાના નામે કર્યા છે, જેમાં બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (શૉન પેન), બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, બેસ્ટ કાસ્ટિંગ અને બેસ્ટ ફિલ્મ એડિટિંગ જેવા મુખ્ય એવોર્ડ્સ સામેલ છે.‘વન બેટલ આફ્ટર અનધર’ એ ઓસ્કરનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો એવોર્ડ પોતાના નામે કરી લીધો છે. પોલ થોમસ એન્ડરસનના ર્નિદેશનમાં બનેલી વોર્નર બ્રધર્સની આ ફિલ્મને ‘બેસ્ટ પિક્ચર’ તરીકે જાહેર કરવામાં આવી છે. ઓસ્કર્સ ૨૦૨૬ માં આ ફિલ્મનો આ છઠ્ઠો એવોર્ડ છે, જે તેની અભૂતપૂર્વ સફળતા દર્શાવે છે.




