શનાયા જ્વેલરી બ્રાન્ડ ‘ઇન્ડીનૂર’ની સહસ્થાપક છે ‘સોશિયલ મીડિયા ક્યારેય નહીં છોડું’ : શનાયા કપૂર લોકો હંમેશાં સોશિયલ મીડિયાની નકારાત્મક બાજુ વિશે વાત કરે છે, કારણ કે ઇન્ટરનેટ પર ઘણી વખત અંધાધૂંધી સજાર્ી શકે છે
અભિનેત્રી અને આન્ત્રપ્રિન્યોર શનાયા કપૂર સોશિયલ મીડિયા પર મળતી નકારાત્મક કમેન્ટ્સથી દૂર રહેવાને બદલે તેમાંથી ઉપયોગી પ્રતિસાદ અલગ તારવવાનું પસંદ કરે છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજર રહેલી શનાયાએ કહ્યું કે સોશિયલ મીડિયા તેના માટે માત્ર ટીકા કે નકારાત્મકતાનું માધ્યમ નથી, પરંતુ એક અભિનેત્રી અને ઉદ્યોગસાહસિક તરીકે પોતાની જાતને સુધારવાનો રસ્તો પણ છે. શનાયા જ્વેલરી બ્રાન્ડ ‘ઇન્ડીનૂર’ની સહસ્થાપક પણ છે.શનાયાએ કહ્યું, “લોકો હંમેશાં સોશિયલ મીડિયાની નકારાત્મક બાજુ વિશે વાત કરે છે, કારણ કે ઇન્ટરનેટ પર ઘણી વખત અંધાધૂંધી સજાર્ી શકે છે. પરંતુ મને લાગે છે કે તેની એક મોટી સકારાત્મક બાજુ પણ છે અને એક અભિનેત્રી તથા ઉદ્યોગસાહસિક તરીકે હું એ જ બાબત પર ધ્યાન આપું છું.”તેણે ફિલ્મોના ઉદાહરણ સાથે કહ્યું કે દર્શકો પોતાની મહેનતની કમાણીમાંથી ટિકિટ ખરીદીને તેની ફિલ્મ જાેવા આવે છે, ત્યારે તેમના પ્રતિસાદને અવગણવો યોગ્ય નથી. “જાે હું લોકોની વાત નહીં સાંભળું, તો એક અભિનેત્રી તરીકે આગળ કેવી રીતે વધીશ? હું નવું શીખી શકીશ નહીં. જ્યારે હું તેમની વાત જ ન સાંભળતી હોય, તો એક વર્ષ પછી ફરી આવીને તેમને મારી બીજી ફિલ્મની ટિકિટ ખરીદવા માટે કેવી રીતે કહી શકું?”શનાયાના જણાવ્યા મુજબ, તે સોશિયલ મીડિયા છોડવાને બદલે મળતા પ્રતિસાદને ફિલ્ટર કરે છે. “જાે કોઈ કહે કે આ બાબત મારા માટે સારી રહી, પરંતુ તેમાં ફેરફાર કરી શકાય, તો હું તેના પર ધ્યાન આપું છું અને તે ફીડબેક સ્વીકારું છું. પરંતુ સોશિયલ મીડિયા પર મળતી માત્ર નફરત અને નકારાત્મકતાને અવગણવાનું હું હજુ શીખી રહી છું. આ બાબત મેં હજી સંપૂર્ણપણે શીખી નથી.”




