
ગૃહમાં અમિત ચાવડાના પ્રહાર.ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાજપને UCC યાદ આવે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના સુધારાઓને યાદ કરતા તેમને અભિનંદન પાઠવ્યા.ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો, જ્યારે ગૃહમાં ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) ૨૦૨૬’ બિલ રજૂ કરવામાં આવ્યું. ગૃહની કાર્યવાહી શરૂ થતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન આપ્યું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના સુધારાઓને યાદ કરતા તેમને અભિનંદન પાઠવ્યા.સીએમએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ બિલ રાજ્યમાં સમાન ન્યાય અને કાનૂની એકરૂપતા લાવવા માટે મહત્વપૂર્ણ છે.
“સનાતન સંસ્કૃતિ એકતાનો સંદેશ આપે છે. ધર્મ અલગ હોઈ શકે, પરંતુ ન્યાય એક જ હોવો જાેઈએ,” એમ તેમણે કહ્યું. તેમણે ઉમેર્યું કે આ કાયદો તમામ નાગરિકો માટે સમાન રહેશે અને કોઈ એક ધર્મને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને સ્પષ્ટતા કરી કે, “આદિવાસી સમાજ આ કાયદાના દાયરામાં નહીં આવે.” સાથે જ તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, “સમાન નાગરિક સંહિતા મુદ્દે વિપક્ષ ખોટો ભ્રમ ફેલાવી રહ્યો છે.”
બિલની જાેગવાઈઓ અંગે તેમણે જણાવ્યું કે લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન રિલેશનશિપ જેવી બાબતો માટે ફરજિયાત નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે. બળજબરીથી લગ્ન કરવા પર ૭ વર્ષ સુધીની સજા, નોંધણી ન કરાવનાર સામે દંડ અને કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય ગણાવવાની જાેગવાઈ પણ કરવામાં આવી છે. મહિલાઓને સમાન અધિકાર આપવા માટે આ બિલ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ દરમિયાન ગૃહમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પોતાનું ભાષણ શરૂ કરતાં સરકાર પર આક્રમક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, “જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાજપને UCC યાદ આવે છે.” તેમણે આક્ષેપ કર્યો કે પેટ્રોલ-ડીઝલના પંપ પર લાંબી લાઈનો અને મોંઘવારીના મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે.
ચાવડાએ વધુમાં કહ્યું કે, “જાે આટલું મહત્વપૂર્ણ બિલ છે તો કમિટીમાં તમામ સમાજ અને ધર્મના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવ્યા હોત તો વધુ યોગ્ય બનત.”
આજની ચર્ચા નિહાળવા માટે વિધાનસભામાં અનેક વરિષ્ઠ નેતાઓની હાજરી પણ નોંધપાત્ર રહી હતી. પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી આઈ કે જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ગૃહમાં હાજર રહ્યા હતા. ભાજપના ઉપાધ્યક્ષ ભરત પંડયા ની હાજરી પણ નોંધાઈ હતી.
આ વચ્ચે નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ માલધારી સમાજ મુદ્દે આપેલું મજબૂત નિવેદન રાજકીય રીતે ખૂબ મહત્વપૂર્ણ બન્યું. તેમણે જણાવ્યું કે ગીર, બરડા અને આલેચ વિસ્તારોના રબારી, ભરવાડ અને ચારણ સમાજને લઈને સરકાર નીતિગત ર્નિણયની દિશામાં આગળ વધી રહી છે અને ST માથી OBC માં સમાવેશ અંગે ગંભીર વિચારણા ચાલી રહી છે.
આ રીતે આજે વિધાનસભામાં એક તરફ ેંઝ્રઝ્ર બિલ પર સરકારનો જાેરદાર બચાવ અને બીજી તરફ વિપક્ષનો તીખો વિરોધ જાેવા મળ્યો હતો.





