
લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કાર્યવાહી ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક : હર્ષ સંઘવી રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થા કરાઈ રહી છે ઈરાન યુદ્ધને કારણે વિશ્વના અનેક દેશો જાણે થંભી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. વિશ્વમાં નવા પ્રકારના એનર્જિ લોકડાઉનનો ડર લાગી રહ્યો છે. આ વચ્ચે શું દેશમાં ફરી લોકડાઉન લાગશે તેવી ભીતિ સતાવી રહી છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકડાઉન અંગે મોટું નિવેદન આપ્યું છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પત્રકાર પરિષદમાં લોકડાઉન વિશે કહ્યું કે, સામાન્ય નાગરિકોએ અફવાથી ડરવાની જરૂર નથી. રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી કક્ષાએ આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે સમાજે આ પ્રકારના લોકો જે અફવા ફેલાવો તેઓને બોયકોટ કરવા જાેઈએ. લોકડાઉનના વિષયની અફવાઓ ધ્યાન પર લેવા જેવા નથી. જે લોકો whatsapp અને ફોરવર્ડ કરે છે તેઓની માહિતી પોલીસને આપવી જાેઈએ કે આવા લોકો સમાજમાં ડર ફેલાવો સફળ ન થાય.
તેઓએ કહ્યું કે, રાજ્યના સૌ નાગરિકોને એલપીજી પેટ્રોલ ડીઝલ અન્ય જરૂરી ચીજ વસ્તુઓ ખાતર આજની પરિસ્થિતિ અને આવનાર દિવસોની સપ્લાયની વ્યવસ્થાઓ વધારે સરળતાથી મળી રહે મુખ્યમંત્રીએ વિભાગના વડાઓને સૂચના આપી છે. પાંચ દિવસ પહેલા પેટ્રોલ ડીઝલની અફવાઓને કારણે હેરાન થયા હતા. તેના કારણે સૂચનાઓ આપવામાં આવી છે અને અફવાઓ ફેલાવનારને કડકમાં કડક પગલાં ભરવામાં આવે. તંત્ર દ્વારા જરૂરી સૂચનો નાગરિકોને સીધી માહિતી આપવામાં આવ્યા છે. આ પ્રકારની કોઈ પણ આપવાના મેસેજ આવે તો સરકારી વિભાગમાં જાણકારી મેળવો. ધક્કા કે લાઇનમાં ઊભા રહેવાની જરૂર ન નથી.
હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્ય સરકાર પાસે પૂરતી વ્યવસ્થા છે એટલે કોઈ અવ્યવસ્થા નહિ સર્જાય. આવી અફવાઓથી દૂર રહીને સહયોગ આપવો પડશે. ભારતમાં કેન્દ્ર સરકારે તમામ વ્યવસ્થાઓ કરી છે. પીએનજી કનેક્શનને અગ્રતા આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગામી ૬૦ દિવસમાં ૧૧,૦૦૦ થી વધુ કનેક્શન આપવામાં આવશે. ગેસ નેટવર્ક ગુજરાત મોખરે છે, ૨૩ ટકા ગેસ ગુજરાત પાસે છે. સિવિલ હોસ્પિટલને પ્રાયોરિટીમાં કનેક્શન આપવામાં આવશે. ગુજરાતમાં ૫૦૦૦૦ થી વધુ કનેક્શન આપવામાં આવશે એ પ્રકારનો ટાર્ગેટ આપવાનો છે. તમામ લોકોને વ્યવસ્થિત રીતે મળીને એલપીજી ગેસ તે માટેની પણ વ્યવસ્થાઓનું ખાસ કરીને આ એડ કરોડ એક કરોડ ૨૮ લાખ જે ગ્રાહક છે અને જે પરિવારો છે તેને સંપૂર્ણપણે સમયસર ગેસ મળી રહે તે માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આગળ કહ્યું કે, કાળા બજારી કરતા ૧૭ થી વધુ લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. દરેક જિલ્લાને આ પ્રકારની એક્શન લેવાઈ રહ્યાં છે. શ્રમિકોની પણ ચિંતા બેઠકમાં કરવામાં આવી છે. પગાર વહેલો થાય નાની મોટી જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવે આ બધી જ વ્યવસ્થાઓ જે પરિવારો આપણી સાથે રહે છે તે પરિવારોની ચિંતા સરકારે કરી છે. ગેસ કે અન્ય કોઈ મુશ્કેલી ન પડે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક જિલ્લામાં કલેકટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિ બનાવવાનો ર્નિણય લેવાયો છે. ૧૦૦૦૦ એલપીજી ની ફરિયાદો આવી હતી આ ફરિયાદોનું નિકાલ કરવામાં આવ્યો છે.





