
અક્ષય કુમાર અને પ્રિયદર્શનની આગામી ફિલ્મ.ધુરંધર ૨ના શોનું દબાણ: ‘ભૂત બંગલા’ હવે ૧૭ એપ્રિલે રિલીઝ કરાશે.ભૂત બંગલાના નિર્માતાઓ અંતિમ ક્ષણ સુધી ૧૦ એપ્રિલની રિલીઝ માટે યોગ્ય શો મેળવવા માટે પ્રયત્નશીલ રહ્યાં.અક્ષય કુમાર અને પ્રિયદર્શનની આગામી ફિલ્મ ભૂત બંગલા ૧૦ એપ્રિલે રિલીઝ થવાની હતી, હવે ૧૭ એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. આ ર્નિણયને કારણે ઇન્ડસ્ટ્રીમાં મોટી ચર્ચા શરૂ થઈ છે, કારણ કે ઘણા લોકો આ પગલાને લઈને પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. આ વિલંબનું કારણ ધુરંધર ૨ના ઐતિહાસિક બિઝનેસને માનવામાં આવે છે, ત્યાં તેની પાછળ અન્ય કારણોની પણ ચર્ચા છેસુત્ર દ્વારા માહિતી મુજબ, “જિયો સ્ટુડિયોઝના ડિસ્ટ્રિબ્યુશન હેડ દીપક શર્માએ મલ્ટિપ્લેક્સને જણાવ્યું છે કે જાે તેઓ ભૂત બંગલાની રિલીઝના પહેલા સપ્તાહમાં ફિલ્મને ૧૦,૦૦૦ શોઝ આપવાની ખાતરી નહીં આપે તો તેઓ ધુરંધર ૨ના ચોથા સપ્તાહમાં દ્ભડ્ઢસ્ પાછું ખેંચી લેશે.
તેમણે આ વાત એક્ઝિબિટર્સ પાસેથી લેખિતમાં લીધી છે અને ફિલ્મના ઐતિહાસિક રનની સામે કોઈપણ વ્યક્તિ એક પણ રૂપિયાનું જાેખમ લેવા તૈયાર નહોતો.”ભૂત બંગલાના નિર્માતાઓ અંતિમ ક્ષણ સુધી ૧૦ એપ્રિલની રિલીઝ માટે યોગ્ય શો મેળવવા માટે પ્રયત્નશીલ રહ્યા. “ભૂત બંગલા ટીમનું કહેવું હતું કે ધુરંધર ૨ ૧૦ એપ્રિલ સુધીમાં ૧,૦૦૦ કરોડ રૂપિયા કમાઈ લેત અને તેમને માત્ર એટલું જ જાેઇતું હતું જેટલું સામાન્ય મધ્યમ-બજેટની અક્ષય કુમાર ફિલ્મોને મળે છે. પરંતુ જિયો સ્ટુડિયોઝના ડિસ્ટ્રિબ્યુશન હેડે કડક સૂચના આપી હતી. આ સત્તાનો ખેલ છે અને ધુરંધર જેવા પ્રોજેક્ટ સાથે સ્ટુડિયો અને તેનો હેડ ભારતનો નંબર ૧ ડિસ્ટ્રિબ્યુટર બનવા માંગે છે. મલ્ટિપ્લેક્સ એસોસિએશન પાસે તમામ માંગણીઓ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.”સિંગલ સ્ક્રીન થિયેટરોને પણ એ જ ઓફર આપવામાં આવી હતી, એટલે કે ભૂત બંગલાની રિલીઝ સપ્તાહમાં પણ ધુરંધર ૨ને તમામ ૪ શોમાં ચાલુ રાખવી. “અક્ષય કુમાર અને તેમની ટીમ વિવાદથી દૂર રહેવાનું પસંદ કરે છે અને અંતે તેમણે એક અઠવાડિયા આગળ વધીને ૧૭ એપ્રિલની તારીખ પસંદ કરી.”





