
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાતનું મીની ભારત કહેવાતું સુરત શહેર વિવિધતામાં એકતા સમાન છે. જ્યાં દરેક પ્રાંતના લોકો આવીને શહેરના વિવિધ સ્થળોએ વસવા લાગતા શહેરની વસ્તીમાં પણ વધારો થતાં જમીનોના ભાવ ઊંચકાવા લાગ્યા અને એનો ગેરલાભ ઉઠાવીને કેટલાક ખંધા બિલ્ડરોએ મહાકાલ ગ્રુપના વકીલો કે જેઓ કોર્ટમા પ્રેક્ટીસ કરતાં નથી તેઓ મારફતે કોઠા કબાડાની કરોડોની જમીનો તેઓના ટેબલ ઉપરથી નિકાલ કરાવતા હોય છે. ત્યારે આજે પણ મોટી ઉંમરના વકીલો તેઓનું ગુજરાન ચલાવવા માટે વ્હીલચેરમાં આવી પ્રેક્ટીસ કરવાની ફરજ પડી છે. અને તેઓ જિંદગીભર વકીલાત કરતાં કરતાં માંડ માંડ ઘર કે નાની ઓફિસ કે એક ફોરવ્હીલ વસાવી શકયા છે. જેની સામે કેટલાક વકીલો સનદ લઈ કોઈપણ દિવસ કોર્ટમા કોઈ કેસ માં હાજર રહ્યા નથી તેમ છતાં કોઠા કબાડા કરી તેઓના વકીલ મારફતે જજ સાથે અમુક જ જજની બેન્ચ આવે તો જ કેસ મૂકવો. આમ આવા વકીલો ટૂંક સમયમાં કોઠા કબાડા કરી આલીશાન ઓફિસો,લકઝરીયસ ગાડી બંગલા બનાવી બેઠા છે. આવા વકીલો ઓફિસમાં બેઠા બેઠા જ મોટા મોટા કેસોના નિકાલ કરાવતા હોય છે. તેમની ઓફિસે કહેવાતા માથાભારે અને નામચીન રીઢા અસામાજિક તત્વોને બેસાડી રાખતા હોય છે. મોટા-મોટા ખેડૂત ખેતીના ધંધા કરતાં જેઓની સાથે આવા વકીલો પોલીસ સાથેની સાઠ-ગાઠ અને અધિકારીઓના મેળાપીપણામાં મોટા ખેડૂત એવા રાજુગીજુ ઉપર એટ્રોસીટી અને અન્ય કેસો કરાવી તેઓને જેલમાં મોકલાવ્યા છે. આવા વકીલોને ત્યાં શહેરના મોટા-મોટા બિલ્ડરો સવાર-સાંજ
હાજરી પુરાવતા હોય છે. અને તેઓ ખેડૂતો સાથેની જમીનો ના કેસોમાં તેઓને અસામાજિક તત્વો કે પોલીસ ધ્વારા ફોન કરાવી તેઓ ઉપર ધમકી અપાવે છે. જે વકીલો વર્ષો સુધી પ્રેક્ટીસ કરવા છતાં તેઓની ઓફિસ લકઝરીયસ હોતી નથી. જ્યારે આવા કોર્ટમા પ્રેક્ટીસ ના કરતાં તોડબાજ વકીલો તેઓની લકઝરીયસ ઓફિસો ધરાવે છે. અને પ્રેક્ટીસ કર્યા વગર આ વકીલો મોજ કરે છે. અને તેઓના મોટા ફાર્મ હાઉસમા મોટી-મોટી પાર્ટીઓ થતી હોય છે. આવી પાર્ટીઓમા મોટા-મોટા IPS અને IAS અધિકારીઓ હાજર રહેતા હોય છે. રાજકારણીઓના આશીર્વાદથી મહાકાલ ગ્રુપ ધ્વારા મહેસૂલ અધિકારીઓ, પોલીસ અધિકારીઓને કયાં પોસ્ટિંગ આપવું તે શહેરમા બનેલ મહાકાલ ગ્રુપ નામની સિન્ડીકેટ નક્કી કરે છે. આ સિન્ડીકેટમા મોટા ભાગના માથાભારે તત્વો હોય છે. આ ગ્રૂપના સભ્યો ધ્વારા ઇન્કમટેક્ષ રેડ કયા બિલ્ડરો કે ઉધોગપતિઓ ને ત્યાં રેડ કરાવી કે સમાધાન કરાવવું વિગેરે આ ગ્રુપના સભ્યો ધ્વારા કરાવવામા આવતી હોય છે. મહેસૂલ ખાતાના તેઓના મળતિયા અધિકારીઓ સુરત શહેરમા રાજકારણીના આશીર્વાદ
થી તેઓની બદલી કરાવીને લાવવામાં આવતા હોય છે. કરોડો રૂપિયાની જમીનો આવા વકીલો કિંમત નક્કી કરી માથાભારે ઇસમોના સહારે અને તેઓ ધ્વારા ધમકીઓ અપાવી પડાવી લેતા હોય છે. હાલમા મંત્રી મંડળ ના કેબિનેટ મંત્રીના મહાકાલ ગ્રુપ ઉપર ચાર હાથ છે. તેવી સ્થાનિક લોકોમા ચર્ચા નો વિષય છે. સુરત મા રાજુગીજુ અલથાણ ગામના મોટા ખેડૂતની ૭૩AA ની જમીન અંગે તેઓ વિરુધ્ધ એટ્રોસીટીના ગુના દાખલ કરી તેઓ સાથે પરિવારના સભ્યો ને ત્રાસ ગુજારવામાં આવ્યો અને તેઓને જેલમા પણ જવું પડયું. તેઓ માનસિક અને આર્થિક ત્રાસના કારણે બીમારીનો ભોગે અવસાન પામેલા. આવા મોટા મોટા ખેડૂત સાથે જો આવું થતું હોય તો સુરત જિલ્લાના નાના ખેડૂતો કહેવાતા વકીલોના ફાર્મહાઉસ ખરેખર તો અસામાજિક તત્વોના હોય છે. અને ત્યાંથી બિલ્ડરોને પ્રોટેકશન મળતું હોય છે.
ટેક્ષટાઇલ માર્કેટ અને ડાયમંડ ઉદ્યોગમા ઉચાપત(ઉઠમણું) કરનારાઓને તેઓની મંડળી ધ્વારા પ્રોટેકશન આપવામાં આવે છે. બિલ્ડરો માર્કેટમાંથી પૈસા લીધા હોય અને તે ચૂકવવા ના પડે તે માટે પણ પ્રોટેકશન પૂરું પાડતા હોય છે. પોલીસથી બચાવવા માટે તેઓને ફાર્મહાઉસમા આશરો આપવામાં આવતો હોય છે. અને આમાં પોલીસની પણ મિલી ભગત હોય છે. એટ્રોસીટીના કેસના બહાને રાજુગીજુ પાસેથી જે તે સમયના અધિકારીઓ ધ્વારા કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા. મહાકાલ ગ્રુપની એક સિન્ડીકેટ બનાવવામા આવેલી તેમાં ૨૫ થી ૩૦ માણસોનું ગ્રુપ હતું જેમાં નિવૃત્ત પોલીસ અધિકારીઓ,મહેસૂલ ખાતા ના અધિકારીઓ, અસામાજિક તત્વો, એડવોકેટ, લાઈઝેનીંગ કરનારા ઇસમો આવા વકીલો પોતે કોઈ પ્રેક્ટીસ કરતાં નથી અને તેઓ કયો કેસ કયા જજની બેન્ચમા મૂકવો તે નક્કી કરે છે. અને તેમના કેસ લડતા વકીલોને વિશ્વાસ પૂર્વક ડિસ્ટ્રીકટ કોર્ટ કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમા જે જજ ની બેન્ચમા કેસ જશે ત્યા જીતી જ જશે તો આવા વકીલો કોઈપણ પ્રકારની પ્રેક્ટીસ વગર કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. જેથી આવા વકીલો ખરેખર પ્રેક્ટીસ કરતાં જ નથી તો તેઓના નામ બાર કાઉન્સીલમાંથી રદ કરવા જોઈએ. એસી ઓફિસમા બેઠા-બેઠા પોતાની મેળાપીપણામા કેસ લડતા હોય છે. અને કેસ જીતવાની ખાતરી આપી પૈસા પડાવતા હોય છે. આવા વકીલોના સીબીઆઇ ધ્વારા તપાસ કરાવવી જોઈએ. તેમજ તેમના ઓફિસોના ટેબલો ઉપર પડી રહેલ કોઠા કબાડાની ફાઈલોની પણ ચકાસણી થવી જોઈએ. મહાકાલ ગ્રુપના સિન્ડીકેટ સભ્યોની નાનામા નાની વિગતો મેળવી તેઓની વિરુધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. કેટલાક પોલીસ અધિકારીઓ અને મહેસૂલ અધિકારીઓ બદલી થઈ ને આવે ત્યારે તેઓને રહેવા-જમવા તેમનો પરિવાર ના આવે ત્યાં સુધી મહાકાલ ગ્રુપ વ્યવસ્થા પૂરી પાડતું હોય છે. મહાકાલ ગ્રુપમા પણ જુદા-જુદા સભ્યો ની કામગરીની વહેંચણી હોય છે. જેમાં કેટલાક કર્મચારી/અધિકારીઓની બદલી કરવાના કામ કરતાં હોય છે. તેમજ ઇન્કમટેક્ષની રેડ વિગેરે પણ આ મહાકાલ ગ્રુપની માહિતીથી કરાવવામા આવે છે. આવા તમામની વિગતો જાહેર કરવામાં આવશે.





