
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારતમાં ધર્મના નામે અધર્મનું આચરણ કરી ફેલાવાતી અંધશ્રધ્ધાનો ભોગ મોટા ભાગે મહિલાઓ જ બની રહી છે. એક બાજુ આપણે સનાતન ધર્મની વાત કરીએ અને બીજી બાજુ એજ ધર્મને કલંકિત કરતાં બાબાઓ જેવાકે બાગેશ્વર ધામ ના ધિરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્ચ મહારાજે મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી છે. એવા માં રામરહિમ જેવાએ તો મહિલાઓ સાથે ઐયાશીઓ કરી કેટલીય મહિલાઓના જીવન બરબાદ કરેલ છે. અને પત્રકારના મોત માટે જેલના સળિયા પણ ગણતા થઈ ગયા છે.
એવા આપણા દેશમાં આવા બાબાઓ બાપુઓની દુકાનો આટલી બધી કેમ જોરમાં ચાલે છે? તો એની પાછળનું કારણ છે આપણાં ખંધા ખેલાડીઓ અને કાચંડાની માફક રંગ બદલતા રાજકીય કાચીંડા જેવા રાજકારણીઓ ની છત્રછાયા. આ રાજકારણીઓના પીઠબળને કારણે સરકારી ગૌચરની જમીનો મફતના ભાવે બાબાઓ અને બાપુઓને મળતા જ એમના ચેલા ચપાટાઓના માધ્યમથી આલીશાન A.C આશ્રમો ઊભા કરાય છે. ને પછી એમાં ખેલાય છે મહિલાઓ સાથેના ઐયાશીના ખેલ. આવા બની બેઠેલા બાબાઓ પછી ભૌતિક સુખ સંપત્તિના સાધનો જેવાકે લકઝરિયસ કારો ના કાફલો, ચાર્ટડ પ્લેન, બ્રાન્ડેડ ટીવી, બ્રાન્ડેડ મોબાઈલ જેવા તમામ
સંસારી સુવિધાઓમાં ગળાડૂબ થઈ સનાતન ધર્મના નામે અંધશ્રધ્ધા ફેલાવી સમાજનું આર્થિક અને શારીરિક રીતે શોષણ કરી લીલા લહેર કરે છે. ધર્મના ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા રામભદ્રાચાર્યજીએ મહિલાઓ વિશે કહેલું કે મહિલાઓ મનોરંજનનું સાધન છે. આવી અભદ્ર પ્રકારની ટિપ્પણી એક કહેવાતા ગુરુના મુખેથી નીકળે એ સનાતન ધર્મ માટે કેટલું શરમ જનક કહેવાય? આવા શંકરાચાર્યજી ના નિવેદનોથી મહિલાઓના માન અને આત્મસન્માન ઉપર કેટલી ઊંડી અસર પડે છે? એ આવા નિમ્નકક્ષાની હલકી ટિપ્પણી કરનારાઓ ક્યારે સમજશે?
આ લખનાર બાગેશ્વર ધામના ધિરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લી ચેલેન્જ આપતા જણાવે છે કે જો તમે ભૂત, ભવિષ્ય અને વર્તમાન જોઈ શકતા હોય તો ભવિષ્ય જોઈ શકનારા ને સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે એમના શિષ્યો ધ્વારા મોટા-મોટા ડોમ બાંધીને એમાં કરાતી કથા પ્રવચનોમા આવતી લાખોની ભીડ ભેગી થતાં તેઓનું ભવિષ્ય જાણી લીધું હોત તો આવા નિર્દોષ લોકોના ભાગ-દોડમા મરણ ના થયેલ હોત. મારા માત્ર ત્રણ સવાલોના સચોટ જવાબો આપો. સાથે ધિરેન્દ્ર શાસ્ત્રી જેવા અનેક ભવિષ્ય જોનારાને પણ ચેલેન્જ છે કે હું મારા ધ્વારા ત્રણ સાવલો પૂછવા માંગુ છું અને તેનો તમે સચોટ જવાબ આપશો તો હું મારો ઘર,પરિવાર અને સંસાર છોડી જીવનભર તમારા આશ્રમમાં સેવા આપીશ આ મારૂ વચન છે. અને મારુ ખુલ્લુ આમંત્રણ છે. આ મારો મોબાઈલ નંબર ૯૯૨૫૦૪૧૧૪૫ છે. જો તમે
મારા ધ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબો આપવામાં સક્ષમ ના હોય તો પછી તમારા આ બાબાપણાનો વેશ ઉતારી A.C આશ્રમો બંધ કરી, મોટી મોટી લકઝરીયસ ગાડીઓ, હેલીકોપ્ટર અને ચાર્ટડ પ્લેનનો ત્યાગ કરીને ભૌતિક સુખ સંપત્તિનો પણ ત્યાગ કરી સામાન્ય માનવી બની જવું પડશે.
એક બાજુ જ્યારે તમે ભૂત, ભવિષ્ય અને વર્તમાન જોવાની વાતો કરો છો. ત્યારે તમે એ કેમ નથી જોઈ શકતા કે તમારી ઉપર કોણ ક્યારે હુમલા કરવાનું છે? તમારું મૃત્યુ ક્યારે છે? વિગેરે જો તમે જાણતા જ હોય તો સરકારી ખર્ચે અથવા પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડો અને બાઉન્સરો રાખવાની શું જરૂર છે? જો તમે તમારુ જ ભવિષ્ય નથી જોઈ શકતા તો સામાન્ય માનવીનું તો ભવિષ્ય તમે શું જોઈ શકશો?
આવા બાબાઓ ચાંદીની ખુરશી અને ચાંદીના સિંહાસનો પર બિરાજમાન થઈને જે ભૌતિક સુખ સાહ્યબી ભોગવે છે. ત્યારે યાદ આવે છે બાબા રામ-રહિમ ,આશારામ,અને નારાયણ સાંઈ કે જેણે મહિલાઓ સાથે ઐયાશી કરી છે અને જેલની સજા પામેલા છે. અને આવા લંપટ બાબાઓ ને વારે વારે પેરોલ મળતા સરકાર ઉપર પણ સવાલો પેદા થાય એ સ્વાભાવિક છે. આવા કરતાં ઐયાશી બાબા જે ગુન્હેગાર છે. એની ઉપર વારે વારે સરકાર કેમ રહેમનજર રાખે છે? એ પણ વિચારવા જેવો સવાલ છે. આ પ્રકારના આક્ષેપો સ્વામીનારાયણ ના સાધુઓ પર પણ ભૂતકાળમાં લાગેલા છે. ત્યારે આવા રામરહિમ, ધિરેન્દ્ર શાસ્ત્રી અને અન્ય ભવિષ્ય જોનારા સાધુ ઢોંગી બાબાઓ એ કોઈ પાઈ પૈસાનું રોકાણ કર્યું હોતું નથી કે કરવાનું હોતું નથી.
જે રીતે રાજકારણીઓ ને કોઈ ધંધો કરવો હોય તો ગજવાના ક્યાં કાઢવાના હોય છે? એમ આ બની બેઠેલા સનાતની બાબાઓને પણ અનેક શિષ્યો મળી જતાં હોય છે. ત્યારે આવા ઢોંગીઓથી પ્રજાએ દૂર રહેવું જોઈએ અને ખાસ કરી મહિલાઓએ પોતે અને પોતાના પરિવારની માં-બહેન-દીકરીઓને પણ દૂર રાખી સનાતન ધર્મના નામે પાખંડ ફેલાવનારાઓની મોહજાળમાં ફસાવું જોઈએ નહીં.
આવા ઢોંગી બાબાઓને કારણે સનાતન હિન્દુ ધર્મ દિવસેને દિવસે કલંકિત થઈ રહ્યો છે. ત્યારે આપણે પણ સાચા સનાતની બનીને આવા ઢોંગી બાબાઓ અને એમને સુખ, સુવિધા આપતા રાજકારણીઓને ખુલ્લા પાડીશું તો એ જ સાચા સનાતાન ધર્મનો મર્મ હશે. છેલ્લે હવે વાત કરીએ ગુરુપુર્ણિમા અને જન્મ દિવસની ત્યારે ગુરુપુર્ણિમાના દિવસે ભગવાધારીઓના દર્શને આવતા સફેદ બગલાની પાંખ જેવા મોટા મોટા રાજકારણીઓ, શિષ્યો વિગેરે ધ્વારા અપાતી મોંધી દાટ ભેટ સોગાદો અને રોકડ રકમથી વસ્ત્રદાન જેવા દાનથી ઢોંગી ગુરુઓ, બાબાઓનું પૂજન કરવામાં આવે છે.
એ જ રીતે રાજકારણીઓના જન્મદિવસે એમના જ કહેવાતા સમર્થકો ધ્વારા મોટી મોટી મોંધી ભેટ સોગાદો આપી રાજકીય નેતાઓની ગુડબુકમાં નંબર વન રહેવા પણ હોડ લાગતી હોય છે. આમ ભગવાધારીઓ અને સ્વેત વસ્ત્રધારીઓને કોઈપણ પ્રકારનું રોકાણ કર્યા વગર રોકડ રકમો અને ભેટ સોગાદો મળતી હોય છે. જ્યારે સામાન્ય વેપારી પછી એ નાના હોય કે મોટો એને ઘરની મૂડી લગાવી કે ઉધાર, સુધાર કે બેન્ક લોન લઈને ધંધો કરવો પડતો હોય છે. એક વર્ગ વગર મૂડીએ માલમાલ ને બીજો કાળી મહેનત કરવા છતાં ઠેર ના ઠેર આ કડવી વાસ્તવિકતાનો નમૂનો.





