ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે દર્શન કરવા પહોંચ્યા હાર્દિક પંડ્યા ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા ભગવાનના દર્શન કરીને આશીર્વાદ લીધા અને પૂજા-અર્ચના કરી : મંદિરની પ્રસિદ્ધ સુપ્રભાતમ સેવામાં જાેડાયા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં એક અલગ જ કારણસર ચર્ચામાં છે. ક્રિકેટના મેદાનથી દૂર રહીને તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. ૨ ઓગસ્ટની સવારે હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે આંધ્ર પ્રદેશના તિરુમલા ખાતે આવેલા પ્રસિદ્ધ ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.
શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરે દર્શન કરવા પહોંચેલા હાર્દિક પંડ્યા અને માહિકા શર્માના ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયા છે.
આ દરમિયાન સૌથી વધુ ચર્ચા હાર્દિકના નવા લુકને લઈને થઈ રહી છે. તેમણે મુંડન કરાવ્યું છે અને આ નવા લુકમાં તેમને જાેઈને ફેન્સ ચોંકી ગયા છે. હાર્દિક પંડ્યા મંદિરમાં સફેદ કુર્તા-પાયજામા પહેરીને જાેવા મળ્યા હતા. તેમના ગળામાં લાલ રંગનો દુપટ્ટો હતો અને કપાળ પર તિલક લગાવેલું હતું. આ દરમિયાન તેઓ સંપૂર્ણપણે ભક્તિમાં લીન દેખાતા હતા. મંદિરમાંથી બહાર નીકળ્યા બાદ તેમણે પ્રસાદ લીધો અને હાથ જાેડીને મીડિયા સમક્ષ અભિવાદન પણ કર્યું. તેમના આ સાદા અને ધાર્મિક અંદાજે ચાહકોનું દિલ જીતી લીધું છે. બીજી તરફ હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા પણ પરંપરાગત સલવાર-સૂટમાં જાેવા મળી હતી. માહિકાએ પણ કપાળ પર તિલક લગાવ્યું હતું. ખુલ્લા વાળ અને નો-મેકઅપ લુકમાં માહિકાની સાદગી ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
હાર્દિક પંડ્યા ક્રિકેટ ઉપરાંત પોતાની પર્સનલ લાઈફને લઈને પણ સતત ચર્ચામાં રહે છે. નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા બાદ હાર્દિકનું નામ માહિકા શર્મા સાથે જાેડાયું હતું. બંનેએ અનેકવાર એક સાથે જાેવા મળી ચૂક્યા છે. હવે ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. જાેકે, બંનેએ હજુ સુધી લગ્ન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.





