Beauty News : ગરમીની શરૂઆત ધીરે-ધીરે થવા લાગી છે. આ સમયે સ્કિનની કેર કરવી ખૂબ જરૂરી છે. ગરમીમાં સ્કિનની કાળજી વધારે રાખવી પડે છે. તડકામાં સતત પરસેવો થવાને કારણે સ્કિન પર અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. ખાસ કરીને ગરમીમાં લોકો વારંવાર ચહેરો ઘોતા હોય છે. ચહેરો ધોવાથી સ્કિન સારી રહે છે, પરંતુ તમને વારંવાર ચહેરો ઘોવાની આદત છે તો આ તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તો જાણો એક દિવસમાં કેટલી વાર ફેસ વોશ કરવાથી ફાયદો થાય.
એક દિવસમાં કેટલી વાર ફેસ વોશ કરવો જોઇએ?
સવારમાં ચહેરો ધોવાની આદત પાડો
જ્યારે તમે સવારમાં ઉઠો ત્યારે સૌથી પહેલાં ચહેરો ધોવાની આદત પાડો. આમ, કરવાથી આળસ દૂર થઇ જાય છે અને સાથે શરીરમાં સ્ફૂર્તી આવે છે. સવારમાં ફેસ કરવાથી પોર્સ સાફ થઇ જાય છે. ધ્યાન રાખો કે આ માટે તમારે માઇલ્ડ ફેસવોશની સાથે નોર્મલ પાણીથી ચહેરો ધોવો જોઇએ.
બપોરે ચહેરો ધોવાની આદત પાડો
તમારી સ્કિન ઓઇલી ટાઇપ છે તો તમે બપોરના સમયે ફેસ વોશ કરી શકો છો. વધારે સ્કિન ઓઇલી હોય તો ડોક્ટરની સલાહથી સાબુ તેમજ ફેસ વોશનો ઉપયોગ કરી શકો છો. ઓઇલી સ્કિનના લોકોએ સવારમાં ફેસ વોશ કર્યા પછી બપોર સુધી ઓઇલી જમા થવા લાગે છે. આ માટે બપોરે ઠંડા પાણીથી ચહેરો ક્લિન કરવાની આદત પાડો.
સાંજે ચહેરો ધોવાની આદત પાડો
જ્યારે તમે કામ પરથી પાછા ફરો છો ત્યારે ચહેરાને ક્લિન કરો. આમ કરવાથી દિવસભરનો થાક ઉતરી જાય છે. ચહેરા પર જામેલી ગંદકી દૂર થઇ જાય છે. આમ, તમે દિવસમાં બે વાર ચહેરો ધોવાની આદત પાડો છો તો સ્કિન મસ્ત થઇ જશે, પરંતુ તમને વારંવાર ફેસ ધોવાની આદત છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે.
આ વસ્તુઓ સ્કિનને ચમકદાર બનાવે
સ્કિનને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવવા માટે તમે વધારેમાં વધારે પાણી પીવાની આદત પાડો. પાણી પીવાથી સ્કિન હાઇડ્રેટડ અને મોઇસ્યુરાઇઝ રહે છે.
ડાયટમાં દરરોજ એક ફ્રેશ જ્યૂસ શામેલ કરો. આમ કરવાથી સ્કિન ગ્લો કરે છે અને સાથે ચહેરા પર શાઇન આવે છે. આ માટે તમે વિટામીન સી, વિટામીન ઇ જેવી ભરપૂર વસ્તુઓને ડાયટમાં એડ કરો.