
૨૮ માર્ચે મુંબઈમાં એક શોની ઘટના હની સિંહનાં ગીતો બીભત્સ અને વાંધાજનક: પોલીસને ફરિયાદ દિલ્હી હાઈ કોર્ટે ૨૦૦૬માં યો યો હની સિંહ અને બાદશાહ દ્વારા જારી બીભત્સ અને તિરસ્કારભર્યાં ગીતો સામે સખત વાંધો ઉઠાવ્યો હતો રૅપર યો યો હની સિંહના ગીતોમાં શરાબ, ડ્રગ્સ અને ગન કલ્ચરને પ્રાત્સાહિત કરવા સાથે અશ્ર્લીલ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે, જે ચિંતાજનક હોવાની ફરિયાદ પુણેના જિલ્લાના ચાઈલ્ડ પ્રોટેક્શન ઑફિસર મંગેશ જાધવે શહેરના પોલીસ કમિશનર અમિતેષ કુમારને પત્ર લખીને કરી છે.
પત્રમાં જાધવે પોલીસને વિભાગને કહ્યું હતું કે હની સિંહનો કાર્યક્રમ યોગ્ય, સામાજિક રીતે જવાબદાર અને બાળ રક્ષણ તથા કાનૂની સલામતીઓના દાયરામાં રહે તેવી પોલીસે ખાતરી કરવી જાેઈએ.ચંદીદઢના ડૉ. પંડિતરાવ ધારેનવાર દ્વારા મહારાષ્ટ્ર મહિલા અને બાળ વિકાસ વિભાગને ફરિયાદ કરવામાં આવ્યા પછી ગુરુવારે પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો.વન બૉટલ ડાઉન, ચાર બૉટલ વૉડકા, મનાલી ટ્રાન્સ, ધિસ પાર્ટ ગેટિંગ હૉટ, મખના, ગોલિયાં અને મિલિયોનેર જેવાં હની સિંહનાં ગીતો શરાબ, ડ્રગ્સ અને ગન કલ્ચરને પ્રોત્સાહિત કરે છે. હની સિંહના લાઈવ કોન્સર્ટમાં સગીરો (૧૮ વર્ષથી ઓછી ઉંમરના)ને પણ પ્રવેશ અપાય છે. જાે તે આવાં ગીતો ગાશે તો બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડશે, એવું જાધવે પત્રમાં લખ્યું હતું.પત્રમાં વધુમાં જણાવાયું હતું કે હની સિંહે ૨૮ માર્ચે મુંબઈમાં તેના શો દરમિયાન સ્ટેજ પર બીભત્સ ભાષાનો ઉપયોગ કર્યાે હતો. તેણે મુંબઈમાં ‘માય સ્ટોરી’ ટુર ઈવેન્ટમાં મિલિયોનેર, દેશી કલાકાર, માફિયા મુંદીર અને ડોપ શૉપે જેવાં ગીતો ગાયાં હતાં.યોગાનુયોગ ગુરુવારે દિલ્હી હાઈ કોર્ટે ૨૦૦૬માં યો યો હની સિંહ અને બાદશાહ દ્વારા જારી બીભત્સ અને તિરસ્કારભર્યાં ગીતો સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. માનવી સંસ્કૃતિનાં લઘુતમ ધોરણોનું પણ આ ગીતો અપમાન છે, એવું કહીને કોર્ટે ઑનલાઈન પ્લૅટફોર્મ્સ પરથી તેને દૂર કરવાના ર્નિદેશ આપ્યા હતા.





