ફિલ્મનું શુટિગ લંડનમાં થશે અક્ષય કુમાર અને આર. માધવનની નવી કોમેડી ફિલ્મ ‘હાઉસફુલ ટુ’ પછી લગભગ ૧૪ વર્ષ બાદ આ બંને કલાકારો હળવા અંદાજમાં સ્ક્રીન શેર કરશે અક્ષય કુમાર અને આર માધવન દિગ્દર્શક સાજિદ ખાનની આગામી અનામી કોમેડી ફિલ્મ માટે ફરી એકસાથે આવી રહ્યા છે. ‘હાઉસફુલ ટુ’ પછી લગભગ ૧૪ વર્ષ બાદ આ બંને કલાકારો હળવા અંદાજમાં સ્ક્રીન શેર કરશે. અગાઉ ગંભીર ભૂમિકામાં આમને-સામને જાેવા મળેલા આ કલાકારો આ વખતે એક જ પક્ષે રહીને દર્શકોને ભરપૂર હસાવશે.આ ફિલ્મ મધ્યમ વયના પુરુષો પર આધારીત એક મજેદાર કોમેડી ઓફ એરર્સ હશે, જેને ખૂબ મોટા પાયે બનાવવામાં આવી રહી છે.એકતા કપૂર નિર્મિત આ મનોરંજક પ્રોજેક્ટમાં દિશા પટણી અને શ્રિયા સરન મુખ્ય અભિનેત્રીઓ તરીકે જાેવા મળશે. માધવન આ ફિલ્મમાં અગાઉ ક્યારેય ન ભજવી હોય તેવી અનોખી હાસ્ય ભૂમિકા નિભાવશે.આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં અથવા ૨૦૨૭ની શરૂઆતમાં લંડનમાં શરૂ થવાની સંભાવના છે.અક્ષય પોતાની અન્ય ફિલ્મો પૂર્ણ કર્યા પછી એનું શેડયુલ શરૂ કરશે, જ્યારે સાજિદ ખાન હાલના પ્રોજેક્ટ પછી ર્નિદેશન સંભાળશે. બંને જાણીતા કલાકારોની જાેડી દર્શકો માટે હાસ્ય અને મનોરંજનની એક શાનદાર ભેટ બની રહેશે.




