
હવે કેન્દ્ર સરકાર સિક્યોરિટી આપશે પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢા પાસેથી Z+ સિક્યોરિટી છીનવી લીધી રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યાના થોડા દિવસ બાદ પંજાબ સરકાર તરફથી આ પગલું ઉઠાવવામાં આવ્યું
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને લઈ મોટા સમાચાર આવ્યા છે. પંજાબની ભગવંત માન સરકાર તરફથી રાઘવ ચઢ્ઢાને આપવામાં આવતી Z+ સિક્યોરિટી કવર હટાવી દીધું છે.
આમ આદમી પાર્ટી દ્વારા રાઘવને રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યાના થોડા દિવસ બાદ પંજાબ સરકાર તરફથી આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. હવે સૂત્રો દ્વારા જાણવા મળે છે કે હવે રાઘવ ચઢ્ઢાને કેન્દ્ર તરફથી Z+ સિક્યોરિટી આપવામાં આવશે.
પંજાબના રાજકારણમાં હાલમાં હલચલ તેજ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની Z+ કેટેગરીની સુરક્ષાને પંજાબ પોલીસ દ્વારા પાછી લેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, આ ર્નિણય ગયા અઠવાડિયે લેવામાં આવ્યો અને પાર્ટી નેતૃત્વના તેમના સાથે વધતા મતભેદોના સંદર્ભમાં જાેવામાં આવી રહ્યું છે. જાે કે હવે તેમને કેન્દ્ર સરકાર તરફથી સુરક્ષા આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાલમાં દિલ્હી પોલીસને તેમની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યાં સુધી ઔપચારિક કેન્દ્રીય સુરક્ષા વ્યવસ્થા લાગુ નથી થતી.
આમ આદમી પાર્ટીની અંદર ચાલી રહેલા આ વિવાદે રાજકારણમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે. હાલમાં જ પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદેથી હટાવી દીધા હતા. આ ર્નિણય પર પ્રતિક્રિયા આપતા ચઢ્ઢાએ કહ્યું હતું કે તેમને હરાવ્યા નથી, પણ ચૂપ કરાવવાની કોશિશ કરી છે. તેમના આ નિવેદનને પાર્ટી નેતૃત્વની વિરુદ્ધ ડાયરેક્ટ મેસેજ તરીકે જાેવામાં આવે છે. પાર્ટીના અમુક નેતાઓએ ચઢ્ઢા પર આરોપ લગાવ્યો છે કે તેમને સંસદમાં પંજાબ સાથે જાેડાયેલા મુદ્દાને પ્રભાવી રીતે નથી ઉઠાવ્યા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવવાની જગ્યાએ સોફ્ટ પીઆરમાં વધારે ધ્યાન આપ્યું. આ આરોપના કારણે પાર્ટી અને ચઢ્ઢા વચ્ચે ખાઈ વધતી ગઈ.
રાઘવ ચઢ્ઢાએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે સંસદમાં તેમનું કામ જનહિતના મુદ્દા ઉઠાવવાનું છે. નહીં કે ખાલી હોબાળો કરવાનો. આ દરમ્યાન રાઘવ ચઢ્ઢા સોશિયલ મીડિયા દ્વારા સતત પોતાની સક્રિયતા દેખાડી રહ્યા છે. તેમના કેટલાય વીડિયો અને પોસ્ટ શેર કરી પોતાના કામકાજને સામે રાખી રહ્યા છે અને પાર્ટીની ટીકાનો જવાબ આપી રહ્યા છે. હાલમાં જ તેમણે એક વીડિયો પર ઇન્ટરેસ્ટિંગ થોટ ટિપ્પણી કરી હતી. જેની ખૂબ ચર્ચા થઈ હતી. તેમાં સૂચનો આપવામાં આવ્યા હતા કે તેઓ પોતાની અલગ રાજનીતિક પાર્ટી બનાવવી જાેઈએ. તેનાથી તેમના ભવિષ્યને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.





