
આમ આદમી પાર્ટીએ ગુમાવ્યા ‘ચાણક્ય’.એક સમયે ગુજરાતમાં AAP ના પ્રભારી રહેલા સંદીપ પાઠકે છોડી પાર્ટી.૧૦ વર્ષ પહેલા પાર્ટી સાથે હું જાેડાયો હતો અને આજે હું આમ આદમી પાર્ટીથી મારો રસ્તો અલગ કરી રહ્યો છું : સંદીપ પાઠક.આમઆદમી પાર્ટીમાં સૌથી મોટું ભંગાણ પડ્યું છે.રાઘવ ચઢ્ઢાએ AAP છોડવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે સંદીપ પાઠક એક સમયે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી હતા. આમ આદમી પાર્ટીએ વર્ષ ૨૦૨૨ ની પંજાબ વિધાનસભાની ચૂંટણી બાદ સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવ્યા હતા. કારણ કે, પંજાબ વિધાનસભા ચૂંટણીની જીતના ચાણક્યનું ક્રેટિડ સંદીપ પાઠકને આપવામાં આવ્યું છે. સંદીપ પાઠકની કામગીરીથી ખુશ થઈને આમ આદમી પાર્ટીએ તેમને ગુજરાત પ્રભારીનો ચાર્જ સોંપ્યો હતો.
ડો.સંદીપ પાઠક આઈઆઈટી દિલ્હીમા ફીઝિક્સના પ્રોફેસર છે. આમ આદમી પાર્ટીમાં તેઓ ચાણક્ય તરીકે પ્રખ્યાત છે, જેઓ ચૂંટણી રણનીતિ ઘડવામાં માહેર ગણાય છે. સંદીપ પાઠકના કામથી ખુશ થઈને આમ આદમી પાર્ટીએ તેમને રાજ્યસભાના ઉમેદવાર પણ બનાવ્યા છે.
સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરતા કહ્યું કે, મને ખબર નથી કે હું કેવી રીતે શરૂઆત કરીશ. અને શું કહું કે આવી સ્થિતિ આવી છે. પરંતું ૧૦ વર્ષ પહેલા આ પાર્ટી સાથે હું જાેડાયો હતો અને આજે હું આમ આદમી પાર્ટીથી મારો રસ્તો અલગ કરી રહ્યો છું. હુ નાનકડા ગામથી આવ્યો હતો.
અભ્યાસ, આટલી મહેનત કર્યા બાદ હું રાજનીતિમાં આવ્યો હતો. મારો હેતુ એ હતો કે, દેશ માટે કંઈ કરી શકું. તેથી ભારત આવ્યો અને રાજનીતિમાં જાેડાયો. મારા પાસે પદ, રૂપિયા બધુ જ છે. રાજકારણમાં આવવાનો મારો હેતુ માત્ર દેશની સેવા હતી. મેં આમ આદમી પાર્ટી જાેઈન કરી, કારણ કે પાર્ટી હજી શરૂ જ થઈ હતી. પરંતું તેમ છતા મેં આમ આદમી પાર્ટી પસંદ કરી હતી.





