
હોર્મુઝ બંને તરફથી ખુલતા સ્થિતિ સામાન્ય ભારત તરફ આવી રહેલા ૧૧ જહાજે હોર્મુઝ પાર કર્યુ દેશ વૈભવ ગુજરાતના વડિનાર, દેશ વિભોર સિક્કા અને સનમાર હેરાલ્ડ ૧ જુલાઈએ ઓડિશાના પારાદીપ પહોંચશે હોર્મુઝ જળમાર્ગમાં અવરજવર ફરી શરૂ થઈ છે. ૧૭ જૂનથી અત્યાર સુધીમાં ૧૧ ભારતીય જહાજાેએ આ માર્ગ સુરક્ષિત રીતે પાર કર્યો છે, જ્યારે ૧૦ જહાજાે હજુ રાહ જાેઈ રહ્યા છે. હોર્મુઝમાં તણાવ હોવા છતાં ભારતની ઉર્જા અને ખાદ્ય સુરક્ષા પર કોઈ નકારાત્મક અસર પડી નથી.હોર્મુઝ એ મધ્ય પૂર્વનો અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વનું લગભગ ૨૦-૨૫% ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસ પસાર થાય છે. ભારત પોતાની કુલ તેલની જરૂરિયાતના ૮૦-૮૫% આ જ રૂટથી આયાત કરે છે. તાજેતરમાં તણાવને કારણે અહીં અવરજવર પ્રભાવિત થઈ હતી, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પુષ્ટિ કરી છે કે, બે ભારતીય જહાજાે આ બાજુથી ફારસની ખાડીમાં સફળતાપૂર્વક પ્રવેશી ચૂક્યા છે, જ્યારે ભારતીય ધ્વજ ધરાવતા અન્ય ૧૦ જહાજાે હજુ પણ તે વિસ્તારમાં હાજર છે. એમઓયુ પર હસ્તાક્ષર થયા બાદથી ભારત તરફ આવી રહેલા ૧૧ જહાજાે હોર્મુઝ જળમાર્ગ પાર કરી ચૂક્યા છે.
ભારતના ૩ મોટા ક્રૂડ ઓઈલ ટેન્કર – દેશ વૈભવ, દેશ વિભોર અને સનમાર હેરાલ્ડ ૮,૬૦,૦૦૦ મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઈલ સાથે સફળતાપૂર્વક હોર્મુઝ પાર કરી ચૂક્યા છે. આ જહાજાે પર ૯૪ ભારતીય નાવિકો સવાર છે. દેશ વૈભવ ગુજરાતના વડિનાર, દેશ વિભોર સિક્કા અને સનમાર હેરાલ્ડ ૧ જુલાઈએ ઓડિશાના પારાદીપ પહોંચશે.
જ્યારે હોર્મુઝ સંકટ ચાલી રહ્યું ત્યારે યુરિયાની અછત સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા, ત્યારે હવે હોર્મુઝ ખુલતા ખેડૂતોને મોતી રાહત થવાની છે. માત્ર તેલ જ નહીં, પરંતુ ભારતની ખાદ્ય સુરક્ષા માટે ખાતરનો પુરવઠો પણ આ જ માર્ગે આવે છે. ૪ જહાજાે યુરિયા, DAP અને સલ્ફર લઈને હોર્મુઝ પાર કરી ચૂક્યા છે. આ જહાજાે ગુજરાતના મુંદ્રા, આંધ્રપ્રદેશના કૃષ્ણાપટ્ટનમ-કાકીનાડા અને ઓડિશાના પારાદીપ બંદરો પર પહોંચી રહ્યા છે, જે ખરીફ સીઝન પહેલા ખેડૂતો માટે અત્યંત જરૂરી છે.
સરકારે કૂટનીતિ અને મજબૂત નૌસેના દ્વારા સ્થિતિને સામાન્ય રાખવા પ્રાથમિકતા આપી છે. ભારતે પોતાની દરિયાઈ ક્ષમતામાં વધારો કર્યો છે અને જરૂરિયાત મુજબ વૈકલ્પિક માર્ગો પર પણ વિચાર કરી રહી છે. ભવિષ્યમાં આયાત પર ર્નિભરતા ઘટાડવા માટે ઘરેલું તેલ ઉત્પાદન અને નવી ઉર્જાના સ્ત્રોતો વધારવાની ભારતની લાંબા ગાળાની જરૂરિયાત છે.





