
દરેક ધાર્મિક સંસ્થામાં નીતિ-નિયમો હોવા જરૂરી.ધાર્મિક પ્રવૃત્તિના નામે રોડ બ્લોક ના કરી શકો : સબરીમાલા કેસમાં સુપ્રીમ.ધાર્મિક નિયમોમાં પણ બંધારણનું પાલન થવું જરૂરી તેમાં કોઇ પણની મનમાની ના ચલાવી લેવાય : સુપ્રીમ.સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ સહિતના આવા મામલા પર હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એવામાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું છે કે દરેક ધાર્મિક સંસ્થાના નિયમો હોવા જાેઇએ, ધાર્મિક સંસ્થાના સંચાલનનો અર્થ અરાજકતા ના થઇ શકે. સાથે જ સુપ્રીમે કહ્યું કે ધાર્મિક કાર્યાેના નામે રોડ બ્લોક ના કરી શકાય. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત નવ ન્યાયાધીશોની બંધારણીય બેંચ દ્વારા મહિલાઓના અધિકારો અને ધાર્મિક રીતી રીવાજાે, પ્રવેશબંધી વગેરે મુદ્દે થયેલી અરજીઓની સંયુક્ત રીતે સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અમાનુલ્લાહે કહ્યું હતું કે મેનેજમેન્ટનો મતલબ એ ન થાય કે ત્યાં કોઇ જ માળખુ કે નીતિ નિયમો જ ના હોય, દરેક પ્રક્રિયા માટે એક નિયમ હોવો જાેઇએ. દરગાહ હોય કે મંદિર પૂજાપાઠ વગેરે કાર્યાે માટે એક રીત હોય છે. દરેક પોતાની મન મરજી કરે તે ના ચલાવાય. સુપ્રીમે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ધાર્મિક નિયમો બંધારણથી ઉપર ના હોઇ શકે, ધાર્મિક નિયમોમાં પણ બંધારણનું પાલન થવું જાેઇએ. અને તેથી કોઇ પણ પ્રકારનો ભેદભાવ ના ચલાવી લેવાય. ન્યાયાધીશ અમાનુલ્લાહે કહ્યું હતું કે કોઇ પણ ધર્મ સાથે જાેડાયેલ ધાર્મિક સ્થળ કેમ ના હોય ત્યાં અરાજક્તા ના ચલાવી લેવાય, પૂજાપાઠ ઇબાદત વગેરેની એક રીત હોય છે. એવું ના હોવું જાેઇએ કે કોઇ આવીને કહે કે હું જેમ ઇચ્છુ તેમ જ થવું જાેઇએ. જે પણ ધાર્મિક નિયમો ઘડવામાં આવે કે અમલ કરવામાં આવે તે બંધારણથી ઉપર ના હોવા જાેઇએ, તેમાં પણ બંધારણનું પાલન થયેલુ હોવું જરૂરી છે. આ મામલામાં હજુ પણ આગળ સુનાવણી ચાલુ રહેશે.





