
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશમાં એક જ દિવસમાં ૯૯૩/- રૂપિયાનો કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર ઉપર વધારો થતા દિલ્હીમાં એક સિલિન્ડરનો ભાવ રૂપિયા ₹ ૩૦૭૧.૫૦ થઈ ગયો છે. આમ સતત ત્રીજા મહિને ભારે ભાવ વધારો કરાયો હોવાથી ખાણીપીણીની હોટલો,ઢાબા અને નાના ધંધાર્થીઓ ઉપર આની જોરદાર અસર થવાની એ નિશ્ચિત છે. આને કારણે ચા ના સ્ટોલ ,બેકરી અને મીઠાઇની દુકાનો જેવા નાના વ્યવસાયો પર તો અસર પડશે જ સાથે ઘરના ખર્ચ પર પણ અસર પડશે. અને આ તમારી થાળીને પણ અસર કરશે. ગેસ પર પહેલો હુમલો ,પેટ્રોલ-ડીઝલ પર આગામી હુમલો થશે. એટલું જ નહીં સરકારે ૫ કિલોગ્રામ ના નાના LPG સિલિન્ડરના ભાવમાં પણ રૂપિયા ૨૬૧ નો વધારો કર્યો છે. નાના સિલિન્ડર પર વધેલા દરોની સીધી અસર ગરીબ અને મજૂર વર્ગ પર પડે છે. જો કે ઘરેલુ LPG, પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
તેલ કંપનીઓ (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ) એ શુક્રવારે આ ભાવ સુધારાની જાહેરાત કરી હતી. આ વધારો ફક્ત કોમર્શિયલ એલપીજી સિલિન્ડર અને પાંચ કિલોગ્રામ સિલિન્ડર પર લાગુ થશે. ઘરેલુ એલપીજી (સબસીડીવાળા ૧૪.૨ કિલોગ્રામ સિલિન્ડર) ના ભાવ સંપૂર્ણપણે સ્થિર રહેશે.પશ્ચિમ એશિયામાં વધતાં તણાવ વચ્ચે થયેલા ભાવ વધારાને કારણે રેસ્ટોરન્ટ, કેટરર્સ અને નાના વ્યવસાયોના માર્જિનમાં ઘટાડો થવાની ધારણા છે. જેમાંથી ઘણા દૈનિક કામગીરી માટે કોમર્શિયલ LPG પર આધાર રાખે છે. મુંબઈ અને કોલકાતા જેવા અનેક મહાનગરોમાં છેલ્લા કેટલાક સમયથી ઊંચા ભાડા અને વધતા વેતનને કારણે રેસ્ટોરન્ટ સંચાલિત માર્જિન દબાણ હેઠળ છે જેમાં માર્જિનમાં ઘટાડો થતાં હોટલ માલિકોએ ભાવરેખા જાળવી રાખવા પ્રયાસ કરવો પડશે. જેથી તે ગ્રાહકોના અસર કરી શકે નહીં.





