
વડોદરા ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી.ભૂલથી લોહી અન્ય દર્દીને ચઢાવી દેતા રચાઈ કમિટી.વડોદરાના ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે આ અંગે જણાવ્યુ છે કે, “અમારી ભૂલ છે સ્વીકારીએ છીએ.શહેરની ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. અન્ય દર્દી માટે મંગાવેલું લોહી ટી.બી.ના દર્દીને ચઢાવી દેવાયું. અન્ય દર્દીની લોહીની બોટલ અન્યને ચઢાવી દેવાતા મહિલા દર્દીની તબિયત લથડી હતી. આ બ્લડ ચઢ્યા બાદ દર્દીનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું. તેમને ગભરામણ શરૂ થઈ ગઈ હતી. જે બાદ તે દર્દીને તાત્કાલિક આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. ભૂલ કરનાર નર્સ સામે આજે કમિટી બેસાડવામાં આવી છે જેમાં તેમણે જવાબ આપવાનો રહેશે. જે બાદ કમિટી ર્નિણય લેશે. આ આખી ઘટનામાં પરિવાર અને અન્ય દર્દીઓના પરિવારોમાં ઘણો જ આક્રોશ જાેવા મળી રહ્યો છે. જાેકે, હોસ્પિટલ તંત્રએ આ મોટી બેદરકારી સામે કડક પગલાં લેવાનું જણાવ્યું છે.
ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, અનુપ ચંદાનીએ આ અંગે જણાવ્યું છે કે, બે દર્દીઓ સાથે હતા. બ્લડ બેંકમાંથી લોહી આવ્યું અને બાદ જે પણ પ્રક્રિયા કરવાની હોય છે તે કરી અને લોહી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તેને બહાર મૂક્યું હતું.
એક દર્દીનું લોહી બીજામાં ચાલુ જ કર્યું હતું અને તાત્કાલિક ખબર પડી અને તે આપણે બંધ કર્યું હતું. દર્દીને આનું કોઈ રિએક્શન ના આવે તે માટે અમે તમામ સારવાર કરી હતી. જાેકે, દર્દીને કોઈ કોમ્પલિકેશન જાેવા મળ્યું ન હતું અને તે સ્ટેબલ છે. અમારી ભૂલ છે સ્વીકારીએ છીએ. જે કર્મચારીઓએ આ ભૂલ કરી છે તેમની સામે એક કમિટી બેસાડી છે. આવી બેદરકારી ટોલરેટ નહીં કરવામાં આવે.
દર્દીના સગાએ આ અંગે જણાવ્યું છે કે, મારી પત્નીને અહીં દાખલ કરી છે. ડોક્ટરે તેને લોહી ચઢાવવાનું કહ્યું હતું. અહીં દર્દી સાથે મારી માતા હતા જે જમવાનું લેવા માટે ગયા હતા. ત્યારે જ એક નર્સ આવ્યા અને કાંઈપણ પૂછ્યા વગર લોહી ચઢાવવાનું શરૂ કરી દીધું. જે બાદ મારા મામા અંદર ગયા અને એમને પૂછ્યું કે અમારો લોહીનો બોટલ તો આવ્યો નથી તો તમે આ કોનો બોટલ ચઢાવો છો. જે બાદ સિસ્ટર આવ્યા અને બોટલ કાઢી નાંખ્યો. જે બાદ પત્નીને તકલીફ વધી ગઈ. તેનું શરીર ધ્રુજવા લાગ્યું, ચક્કર આવવા લાગ્યા પછી આઈસીયુમાં લઈ આવ્યાં. પણ અત્યારે સારું છે. આ અંગેની કાર્યવાહી થવી જાેઈએ કારણ કે, આ અમારી સાથે થયું છે તે બીજા કોઈ સાથે ન થાય.





