મુકેશ ખન્નાનો ચોંકાવનારો દાવો કરોડોના ચેક સાથે રણવીર સિંહે ૩ કલાક સુધી કરી વિનંતી પણ મેં ચોખ્ખી ના પાડી શક્તિમાન શૉ સૌપ્રથમ વર્ષ ૧૯૯૭માં ટેલિકાસ્ટ થયો હતો અને તેનો ફાઇનલ એપિસોડ વર્ષ ૨૦૦૫માં પ્રસારિત થયો હતો
ભારતીય ટેલિવિઝનના સુપરહિટ શૉ ‘શક્તિમાન’થી ઘરે-ઘરે લોકપ્રિય બનેલા અભિનેતા મુકેશ ખન્નાએ મોટો ખુલાસો કર્યાે છે. શક્તિમાન પર આધારિત આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે બોલિવૂડ એક્ટર રણવીર સિંહ ખૂબ જ ઉત્સુક હતો. રણવીરે મુકેશ ખન્નાને મનાવવા માટે લગભગ ૩ કલાક સુધી સતત વિનંતીઓ કરી હતી, પરંતુ મુકેશ ખન્નાએ તેને શક્તિમાનના રોલ માટે સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. પોતાના સિદ્ધાંતો ખાતર લીધેલા આ ર્નિણયના કારણે મુકેશ ખન્નાને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું છે.તેમણે રણવીરની અદ્ભુત એનર્જી વિશે વાત કરતાં ઉમેર્યું કે, “તે ૩ કલાક દરમિયાન રણવીર અત્યંત એનર્જેટિક હતો. તે મારી પાસે જમીન પર બેસીને સમગ્ર વાર્તા સમજાવી રહ્યો હતો. અચાનક પાછળથી આદિત્ય ચોપડા પણ આવ્યા. મેં દેવ આનંદ સાહેબ પછી આટલો એનર્જેટિક એક્ટર ક્યારેય નથી જાેયો. તે એક જગ્યાએ સ્થિર બેસી જ નહોતો શકતો—ક્યારેક અહીં, ક્યારેક ત્યાં, તો ક્યારેક ટેબલ પર પણ ચઢીને બેસી જતો હતો.”પ્રોજેક્ટ રિજેક્ટ કરવા પાછળનું કારણ જણાવતાં મુકેશ ખન્નાએ કહ્યું કે, “કોમર્શિયલ દૃષ્ટિએ મેં મૂર્ખ જેવો વ્યવહાર કર્યાે. મારા હાથમાં કરોડો રૂપિયાનો ચેક હતો. મારી ઓફિસના લોકો કહેતા હતા કે ‘સર, ચેક લઈ લો, પછી લડી લઈશું.’ પણ મેં કહ્યું કે મારા માટે પૈસા સિદ્ધાંતોથી મોટા નથી. મેં પહેલો ચેક લીધો હતો પણ બીજાે ચેક આવવાનો હતો તે અટકાવી દીધો.”શરૂઆત અને અંત: શક્તિમાન શૉ સૌપ્રથમ વર્ષ ૧૯૯૭માં ટેલિકાસ્ટ થયો હતો અને તેનો ફાઇનલ એપિસોડ વર્ષ ૨૦૦૫માં પ્રસારિત થયો હતો.સ્ટાર કાસ્ટ: એક્શન-ફિક્શન આધારિત આ શોમાં મુકેશ ખન્નાની સાથે વૈષ્ણવી, સુરેન્દ્ર પાલ, ટોમ અલ્ટર, નવાબ શાહ અને કિટુ ગિડવાની જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા હતા.





