
ઊંચા ભાવે તેલની ખરીદી કરવાને કારણે આ કંપનીઓને જંગી નુકસાન કરવું પડ્યું છે.કંપનીઓને પેટ્રોલ, ડીઝલમાં નુકસાન પેટે સહાયની કોઈ યોજના નથી: કેન્દ્ર.ગત માસે ડોમેસ્ટિક એરલાઇન્સમાં વપરાતા એટીએફના ભાવમાં ૨૫ ટકાનો વધારો જાહેર કરાયો હતો.સરકારની માલિકીની ઓઇલ કંપનીઓ હાલ જે પેટ્રોલ, ડીઝલ અને એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) નીચા ભાવે વેચે છે અને તેમ કરવાથી તેમને જે કાંઇ નુકસાન થઇ રહ્યું છે તેને સરભર કરવા કેન્દ્ર સરકાર તેઓને નાણાંકીય સહાય પૂરી પાડે એવી હાલ કોઇ યોજના વિચારાધિન નથી એમ કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું.ઇન્ડિયન ઓઇલ કોર્પાેરેશન, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારની માલિકીની ઓઇલ કંપનીઓએ માટે જ્યારથી પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારથી તેમના માઠા દિવસો આવ્યા છે, કેમ કે યુદ્ધનાઆરંભથી જ તેઓને ખુબ ઉંચા ભાવે ખનિજતેલની ખરીદી કરવી પડી છે, તેમ છતાં તેઓએ ચાર વર્ષ સુધી મહત્વના ઇંધણના ભાવોની કોઇ સમીક્ષા નહી કરવાની ખાતરી આપી હતી તેથી હાલ તેઓને પેટ્રોલ, ડીઝલ અને એટીએફના વેચાણ ઉપર જંગી નુકસાન થઇ રહ્યું છે. અલબત્ત છેલ્લાં વીસ વર્ષમાં પ્રથમવાર તેઓને એટીએફના વેચાણથી નુકસાન થઇ રહ્યું છે, અને તેમનું આ નુકસાન ફક્ત એક મહિના પહેલાથી જ શરૂ થયું છે. આ સંજાેગોમાં તેઓને એટીએફના ભાવોમાં થોડો વધારો કરવાની ફરજ પડી હતી.સરકારની માલિકીના આ જાહેર સાહસને ઇંધણના વેચાણથી જે કાંઇ નુકસાન થઇ રહ્યું છે તેને સરભર કરવા તેઓને નાણાંકીય ટેકો પૂરો પાડવાની સરકાર સમક્ષ હાલ કોઇ યોજના વિચારાધિન નથી એમ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જાેઇન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ કહ્યું હતું.ગત માસે ડોમેસ્ટિક એરલાઇન્સમાં વપરાતા એટીએફના ભાવમાં ૨૫ ટકાનો વધારો જાહેર કરાયો હતો, જે ચોથીવારનો ભાવ વધારો હતો, પરંતુ આ મહિને એટીએફના ભાવ વધારવાની કોઇ દરખાસ્ત નથી.





