ભારતની મોટી કાર્યવાહી ભારતે લશ્કર-જૈશના ૨૩ આતંકીને જાહેર કર્યા ટેરરિસ્ટ કેન્દ્ર સરકારે આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા UAPA હેઠળ ૨૩ આતંકીઓને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા આતંકવાદ વિરુદ્ધ કેન્દ્ર સરકારે મોટું પગલું ભરતા ૨૩ આતંકીઓને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (અટકાવ) અધિનિયમ (UAPA) હેઠળ સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશનમાં આ તમામના નામ UAPA ની ચોથી અનુસૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ તમામ ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે અને તેમાંથી મોટાભાગના પાકિસ્તાન અથવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁદ્ભ) માં છુપાયેલા છે.
ગૃહ મંત્રાલયની યાદીમાં મસૂદ ઇલિયાસ કાશ્મીરી, મોહમ્મદ મુસાદિક, મુફ્તી મોહમ્મદ અસગર ખાન અને હાફિઝ અબ્દુલ શકૂર જેવા નામ સામેલ છે. આ લોકો પર ૨૦૧૬ માં નગરોટા સ્થિત ભારતીય સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલા અને ૨૦૨૨ માં જમ્મુના સુંજવાંમાં સુરક્ષા દળો પર થયેલા હુમલા સાથે જાેડાયેલા હોવાના આરોપ છે. આ સિવાય લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલા અબ્દુલ રઉફ અને હાફિઝ ખાલિદ વલીદને આતંકી સરગના હાફિઝ મોહમ્મદ સઈદના નજીકના સહયોગી હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ યાદીમાં મોહમ્મદ શહીદ ફૈઝલ ઉર્ફે ઉસ્તાદ ઉર્ફે ઝાકિરનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. નોટિફિકેશન અનુસાર તેનું કાયમી સરનામું બેંગલુરુ (કર્ણાટક) નું છે, જ્યારે તે હાલમાં પાકિસ્તાનના રાવલપિંડીમાં રહી રહ્યો છે. સરકારનો આરોપ છે કે તે લશ્કર-એ-તોયબા, અલ-કાયદા અનેISIS સાથે જાેડાયેલા મોડ્યુલના સંપર્કમાં રહ્યો છે. તેના પર સોશિયલ મીડિયા દ્વારા યુવાનોની ભરતી કરવા, હથિયારોની ટ્રેનિંગ અપાવવા અને આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડ એકઠું કરવાના આરોપો પણ છે.
ગૃહ મંત્રાલયે નોટિફિકેશનમાં જણાવ્યું છે કે આ વ્યક્તિઓના આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના પૂરતા પુરાવા મળ્યા છે. આ જ આધારે UAPA ની કલમ ૩૫ હેઠળ તેમના નામ ચોથી અનુસૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં નામ નોંધાયા બાદ તેમની સામે કાનૂની કાર્યવાહી, તપાસ અને મિલકત સાથે જાેડાયેલા પગલાં લેવાની પ્રક્રિયા વધુ અસરકારક બની શકશે. આ નોટિફિકેશન ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ રાકેશ રાઠી વતી બહાર પાડવામાં આવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ વિરુદ્ધ તેની ઝીરો ટોલરન્સની નીતિ ચાલુ રહેશે અને દેશની સુરક્ષા માટે આવા તત્વો સામે કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.





