
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણો દેશ લોકશાહીને આધીન દેશના બંધારણની સાથે બિનસાંપ્રદાયિકતા ને વરેલો દેશ છે. આને સામે રાખી સત્તાને જોરે હિન્દુત્વની ડિઝાઇન ને કેમ અમલમાં મૂકી શકાય એક આખો ભાવી એજન્ડા નક્કી કરી લેવામાં આવ્યો છે. સમગ્ર દેશ અને આ દેશના સેક્યુલર બુધ્ધિજીવીઓ આને જ લગતા અને આવતા પરિણામો જોઈ અચંબિત થઈ પણ રહ્યા છે અને આ બધું દેશની લોકશાહીને આગળ ધરી સત્તાનો દૂરઉપયોગ ખુલ્લેઆમ થતો જોવાઈ રહ્યો છે, જણાઈ રહ્યો નથી શું??
લોકશાહી પ્રમાણે દેશને એકીસાથે પોતાની આગવી સત્તા મેળવી શકાય તેમ નથી. એટલે પોતાની ડિઝાઇનપ્રમાણે જુદા જુદા રાજયોમાં આવતી ચૂંટણીઓમાં સત્તાને જોરે બધા ક્ષેત્રોમાં ઈડી થી માંડી ચૂંટણી આયોગ અને અંતે ન્યાયાલયોમાં પણ પોતાના જ માણસો ગોઠવી એક તરફી માહોલ ઉભો કરી દેવામાં આવ્યો છે. સમગ્ર દેશ જ નહીં અન્ય દેશો પણ આને નિહાળી રહ્યા છે. ગોદી મીડિયાનું એક આખું સંકુલ ઉભુ કરી દેવામાં આવ્યું છે. આપણા આ લોકશાહી દેશમાં કાયદો અને વ્યવસ્થા તદ્દન પડી ભાંગી છે. હવે આને રાજયો પ્રમાણે નકશો ઘડી લેવામાં આવ્યો છે. સમગ્ર દેશનો એકસાથે કબજો મેળવી શકાય તેમ નથી પાછલા રાજયોમાં થયેલી
ચૂંટણીઓ બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી અને હાલમાં યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીઓનું અવલોકન (નિરીક્ષણ) કરી લેવામાં આવે તો બધા જ સંસાધનોને પોતાના હુકમો લાગુ કરી રાજ્યની ચૂંટણીઓ જીતી લઈ (હાલ ભાજપા નો ૨૨ રાજ્યો) ઉપર કબજો છે.
આવતી ૨૦૨૯ ની લોકસભાની ચૂંટણીઓનો પ્રકાર શું હશે? તે દેશ માટે દેશની લોકશાહીની બિનસાંપ્રદાયકતા માટે શું સ્વરૂપ લેશે એ એક પ્રશ્નાર્થ રહેશે? છેલ્લે એટલું કહેવાનું કે દેશની લોકશાહી ખતરા માં છે એવું કહેવામાં હવે કંઈ બાકી રહ્યું જ નથી.





