(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
મુંબઈના ઘાટકોપર-વેસ્ટ માં રિક્ષામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિ મૃત અવસ્થામાં મળી આવી હતી. પાર્ક સાઈટ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટના આત્મહત્યા હોવાનું પોલીસનું માનવું છે. પોલીસના જણાવ્યા અનુસાર મરનારનું નામ અદનાન વલીઅપ્પા છે. અને તેની ઊંમર ૩૫ વર્ષની છે. પ્રાથમિક દ્રષ્ટિએ અદનાને આત્મહત્યા કરી હોવાનું જણાય છે. જોકે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને શું ખરેખર આત્મહત્યાનો જ કેસ છે કે કેમ એની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અદનાન છેલ્લા ઘણા સમયથી પોતાના કુટુંબથી જુદો રહેતો હતો અને દારૂનો બંધાણી બની ગયો હતો. આ પહેલા પણ તે આત્મહત્યા કરવાની વાત કરી ચૂક્યો હતો.





