
ફિલ્મ ‘આંધી’ના ૫૦ વર્ષ પૂર્ણ થયા.આંધી’ ઇન્દિરા ગાંધીના જીવનચરિત્ર ઉપર આધારિત ફિલ્મ નહોતી: ગુલઝાર.ગુલઝારે સરકારના સૂચન અનુસાર સુચિત્રા સેન પાસે તે ડાયલોગ બોલાવ્યો હતો અ પ્રતિબંધ ઉઠાવી લેવાયો હતો.ગુલઝારે એક શક્તિશાળી મહિલા રાજકારણીને ધ્યાનમાં રાખીને એક કાલ્પનિક વાર્તા લખી હતી પરંતુ લોકોએ તેને ઇન્દિરા ગાંધીના જીવન સાથે સંકળાયેલી હોવાની અફવા ઉડાવી હતી જેના પગલે તત્કાલિન કેન્દ્ર સરકારે ૨૩મા સપ્તાહ દરમ્યાન તેના ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. ગુલઝારે પ્રતિબંધ અંગે સરકારનો સંપર્ક કરતા સરકાર તરફથી એવું સૂચન આવ્યું હતું કે જાે તે ફિલ્મમાં એક વધારાનો ડાયલોગ ઉમેરી દેશે તો પ્રતિબંધ ઉઠાવી લેવાશે. ગુલઝારે સરકારના સૂચન અનુસાર સુચિત્રા સેન પાસે તે ડાયલોગ બોલાવ્યો હતો અ પ્રતિબંધ ઉઠાવી લેવાયો હતો. “ના. ‘આંધી’ ઇંદિરા ગાંધીના જીનવ ચરિત્ર ઉપર આધારિત ફિલ્મ નહોતી,પરંતુ લોકોની ગેરમાર્ગે દોરતી અફવાઓના કારણે આ ફિલ્મને તેના ૨૩મા સપ્તાહમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.” ગુલઝારે પત્રકારસુભાષ કે. ઝાને આ વાત કહી હતી. આ ઇન્ટરવ્યુ ગયા વર્ષે આપવામાં આવ્યો હતો, કારણ કે ગયા વર્ષે ૧૩ ફેબ્રુ્રુઆરીએ‘આંધી’ના ૫૦ વર્ષ પૂર્ણ થયા હતા, અને ૫૧માં વર્ષમાં પ્રવેશ થયો હતો.ગુલઝાર સાહેબને પૂછવામાં આવ્યું કે ‘આંધી’ ફિલ્મ પરથી પ્રતિબંધ કેવી રીતે ઉઠાવી લેવાયો હતો અને ફરીથી થિયેટરોમાં કેવી રીતે આવી? જવાબમાં તેમણે જણાવ્યું કે તેમને ફિલ્મમાં એક ડાયલોગ ઉમેરવો પડ્યો હતો, જેમાં હિરોઇન કહે છે કે ‘તેમનેઇંદિરા ગાંધીબહુ પસંદ છે’. તે સમયની સરકારે આ ડાયલોગ ઉમેરવાનો ર્નિદેશ આપ્યો હતો. ગુલઝારે આ ડાયલોગ ઉમેર્યાે અને ફિલ્મ ટૂંક સમયમાં ફરીથી થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ.ગુલઝારે એમ પણ કહ્યું હતું કેસંજીવ કુમારે તેમને ફરિયાદ કરી હતી કે ‘કેમ તેઓ તેમને વારંવાર વૃદ્ધ પાત્રો આપે છે’?. ગુલઝારે તેમને ‘પરિચય’ અને ‘મૌસમ’માં પણ વૃદ્ધ પાત્ર આપ્યા હતા. પરંતુ રસપ્રદ વાત એ છે કે ૨૩મા ફિલ્મફેર એવોર્ડ્સમાં ‘આંધી’ માટે સંજીવ કુમારને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.ગુલઝારે કહ્યું કે જ્યારે તેમણે ‘આંધી’ ફિલ્મસંજીવ કુમારને ઓફર કરી, ત્યારે તેમણે કહ્યું: “તું મારો મિત્ર છે કે દુશ્મન? આ ફિલ્મ તો પૂરી રીતેસુચિત્રા સેનની છે, હું તેમાં શું કરીશ?” સંજીવ કુમાર વારંવાર કહેતા કે ગુલઝાર પોતાની ફિલ્મોમાં હિરોઇનો માટે સારા પાત્રો લખે છે, હીરો માટે ખાસ કંઈ રહેતું નથી.સુચિત્રા સેન વિશે વાત કરતાં ગુલઝારે કહ્યું કે તેઓ તેમને “સર” કહીને સંબોધતા હતા, અને શૂટિંગ દરમિયાન સુચિત્રા સેન પણ તેમને “સર” કહેતી હતી. કોલકાતામાં બધા તેમને “મેડમ” કહેતા હતા. તેઓ ગુલઝારની તુલનાએ કારકિર્દીમાં સિનિયર હતાં. ગુલઝારે તેમને વિનંતી કરી કે તેઓ તેમને “સર” ન કહે, પરંતુ તેઓ માન્યા નહીં. અંતે ગુલઝાર પણ તેમને “સર” કહેવા લાગ્યા. તેઓ બંને હંમેશા બંગાળી ભાષામાં વાત કરતા.ગુલઝારે કહ્યું કે લોકોમાં માન્યતા હતી કે સુચિત્રા સેન ખૂબ ઘમંડી સ્વભાવના છે, પરંતુ હકીકતમાં તેઓ ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ હતા. ગુલઝારના મતે, સુચિત્રા સેન અનેઉત્તમ કુમારને જેટલું સન્માન મળવું જાેઈતું હતું, એટલું મળ્યું નહોતું. ‘આંધી’ ફિલ્મ કેવી રીતે બની તે વિશે ગુલઝારે જણાવ્યું કે પ્રોડ્યુસરજે. ઓમ પ્રકાશે તેમને એવી ફિલ્મ બનાવવાની વાત કરી જેમાં સંજીવ કુમાર અને સુચિત્રા સેનને સાથે કાસ્ટ કરી શકાય. ત્યારબાદસચિન ભૌમિકે તેમને એક વાર્તા સંભળાવી, પરંતુ તે ખાસ અસરકારક લાગી નહીં. પછી ગુલઝાર નવી વાર્તા શોધવા લાગ્યા.





