
વિદ્યાએ ૨૫ વર્ષ બાદ પહેલી વાર જાેઈ ‘ધ લાસ્ટ ટેનન્ટ’ ભાવુક વિદ્યાબાલને ઇરફાન ખાન સાથે કામ કરવાની યાદો તાજી કરી ઇરફાનના અવસાન પછી મને હંમેશાં અફસોસ રહ્યો કે અમને સાથે જાેવા મળવાની કેટલીક ફિલ્મો કોઈ કારણસર બની જ નહોતી
વિદ્યા બાલન અને સ્વર્ગસ્થ ઇરફાન ખાનની એક ફિલ્મ થિએટરમાં રિલીઝ થઈ શકી નહોતી. આ ફિલમ ‘ધ લાસ્ટ ટેનન્ટ’ ઇરફાન ખાનની છઠ્ઠી પુણ્યતિથિએ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે. વિદ્યાએ ૨૫ વર્ષ બાદ પહેલી વાર આ ફિલ્મ જાેઈ અને શૂટિંગની યાદોમાં ડૂબી ગઈ હતુ. તેણે આ અંગે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખીને જણાવ્યું કે ઇરફાન ત્યારે પણ તેને સૌથી નૅચરલ અભિનેતા લાગતા હતા અને આજે પણ તેની લાગણી એ જ છે.ગુરુવારે વિદ્યાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે તેણે આખરે બે દાયકાથી વધુ સમય પછી ‘ધ લાસ્ટ ટેનન્ટ’ જાેઈ. તેણે લખ્યું, “ગઈ કાલે મેં ૨૫ વર્ષ પહેલાં શૂટ કરેલી ધ લાસ્ટ ટેનન્ટ પહેલી વાર જાેઈ. ફિલ્મ શૂટ થઈ હતી, પણ કોઈ કારણસર ક્યારેય રિલીઝ થઈ નહોતી. એ સમય એવો હતો જ્યારે હું જે કોઈ ફિલ્મ કરતી હતી તે ચાલતી નહોતી.”તેણે આગળ ઉમેર્યું, “મારી પહેલી મલયાલમ ફિલ્મ ‘ચક્રમ’ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ ત્રણ વર્ષ દરમિયાન લગભગ ડઝન જેટલી ફિલ્મોમાંથી મને બદલી દેવામાં આવી હતી. ટૂંકમાં કહું તો, જેમ બાકી બધી વસ્તુઓ કામ નહોતી કરી રહી, એમ હું આ ફિલ્મને પણ ભૂલી જવા માગતી હતીપ અને મેં એવું જ કર્યું. મેં તેને યાદોથી દૂર ધકેલી દીધીપ ગયા અઠવાડિયા સુધી, જ્યારે દિગ્દર્શક સાર્થક દાસગુપ્તાનો મેસેજ આવ્યો કે ફિલ્મ યુટ્યુબ પર રિલીઝ થઈ રહી છે,” એમ તેણે લખ્યું. વિદ્યાએ ઇરફાન ખાન સાથે કામ કર્યું ત્યારની ક્ષણોને યાદ કરતાં લખ્યું, “એક ધૂંધળી યાદ પાછી આવી. મને યાદ છે કે મેં સેટ પરથી મારી બહેન પ્રિયા બાલનને ફોન કરીને ઉત્સાહથી કહ્યું હતું કે હું ‘બનેગી અપની બાત’ના ઇરફાન ખાન સાથે શૂટિંગ કરી રહી છું. ત્યારે મને લાગ્યું હતું કે તેઓ સૌથી નૅચરલ અભિનેતા છે અને ગઈ કાલે ફિલ્મ જાેતી વખતે પણ મને એ જ લાગ્યુંપ ક્યારેય એક પણ ખોટો સૂર કે ટોન નહોતો. ઇરફાનના અવસાન પછી મને હંમેશાં અફસોસ રહ્યો કે અમને સાથે જાેવા મળવાની કેટલીક ફિલ્મો કોઈ કારણસર બની જ નહોતી. પણ હવે કમસે કમ ધ લાસ્ટ ટેનન્ટ તો છે!! અમારી કિસ્મતના તારાઓને મળવામાં ૨૫ વર્ષ લાગી ગયાં, પણ આખરે મળ્યા તો ખરા.”આ ફિલ્મ બે દાયકાથી વધુ સમય સુધી અધૂરી રહી હતી કારણ કે તેની મૂળ ફૂટેજ ખોવાઈ ગઈ હતી. દિગ્દર્શક અને નિર્માતા સાર્થક દાસગુપ્તાએ આશા છોડી દીધી હતી, પરંતુ તાજેતરમાં ફિલ્મની કૉપી મળી આવતા તેને રિસ્ટોર કરીને તેની રિલીઝ શક્ય બની. ફિલ્મ એક તૂટેલા સંગીતકારની કહાની કહે છે, જે દેશ છોડતા પહેલાં એક સૂના ઘરમાં આશરો લે છે. ત્યાં પસાર થતો સમય, યાદો, સંગીત અને લાગણીઓ ધીમે ધીમે એકરૂપ થવા લાગે છે.ફિલ્મનું લેખન અને દિગ્દર્શન સાર્થક દાસગુપ્તાએ કર્યું છે. ફિલ્મમાં અન્નુ ખંડેલવાલ, સૌરભ અગ્રવાલ, સબ્યા સાચી, સતીશ કાલરા અને આનંદ મિશ્રા પણ મહત્વના રોલમાં છે.





