
“મારી મમ્મી મને કહેતી હતી કે સફળતા ડરામણી હોય છે” સારા અલી ખાને ડેબ્યૂ બાદ માતા અમૃતા સિંઘની ચેતવણી યાદ કરી સારાએ ૨૦૧૮માં ‘કેદારનાથ’ ફિલ્મથી, સુશાંતસિંઘ રાજપુત સાથે અભિનય કરીને બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું
હાલમાં પોતાની ફિલ્મ ‘પતિ, પત્નિ ઔર વો દો’ ના પ્રમોશનમાં વ્યસ્ત સારાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સફળતા અને નિષ્ફળતા અંગે ખુલ્લેઆમ વાત કરી. તેણે પોતાના શાનદાર ડેબ્યૂ પછી માતા અમૃતાસિંઘે આપેલી ખાસ ચેતવણી યાદ કરી. સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવી પડકારજનક દુનિયામાં સફળતા અને નિષ્ફળતાને કેવી રીતે સંભાળવી તે પણ જણાવ્યું હતું..સારાએ પોતાની શરૂઆતની કેટલીક ફિલ્મોથી જ પોતાની પ્રભાવશાળી અને આગવી ઓળખ બનાવી હતી. પરંતુ થોડા સમયમાં તેની કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ જતા તેને ટીકા પણ સહન કરવી પડી. માતાની સલાહ યાદ કરતાં સારાએ કહ્યું હતું કે, “મને મારા કરિયરની શરૂઆતમાં જ ઘણો પ્રેમ મળ્યો હતો, બહુ જ વહેલો મળ્યો હતો. ત્યારે મારી મમ્મી મને કહેતી હતી કે ‘આ બહુ બિહામણું છે,’ કારણ કે સિદ્ધિ રાતોરાત મળી હતી અને તે હદ કરતા વધુ હતી. પછી બે એવી ફિલ્મો આવી જેના થકી મને એ પ્રેમ મળ્યો નહીં, અને એ તો વધુ ડરામણું લાગ્યું.”તેણે આગળ કહ્યું, “ત્યારે મને લાગ્યું કે, ‘બરાબર, હવે શું થઈ રહ્યું છે?’ પરંતુ હવે મેં શીખી લીધું છે કે જાે તમે સારું અને પ્રમાણિકપણે કામ કરો, તો દર્શકો તમને જરૂર પ્રેમ આપે છે.” સારાનું માનવું છે કે રચનાત્મક ટીકા સ્વીકારવી જાેઈએ અને અનાવશ્યક ઘોંઘાટ (ટિકા અને આલોચના)થી દૂર રહેવું જાેઈએ. તેણે કહ્યું, “તમે સારા પરિણામની આશા રાખો અને સતત કામ કરતા રહો. બહારની ટીકા કે આલોચનાને તમારા પર હાવી થવા ન દો. તમે વિચારવું પડે કે, ‘શું આ રચનાત્મક ટીકા છે? લોકોની વાતમાં કંઈ સત્ય છે? કદાચ મને મારા આસપાસ વધુ સચેત રહેવાની જરૂર છે. કદાચ હું મારી પર્સનાલિટીને એટલી વધારે પ્રબળ ન બનાવું કે લોકો મને ગંભીરતાથી લેવાનું બંધ કરી દે.’”સારાએ ૨૦૧૮માં ‘કેદારનાથ’ ફિલ્મથી, સુશાંતસિંઘ રાજપુત સાથે અભિનય કરીને બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. શરૂઆતની સફળતા બાદ તેની આગામી બે ફિલ્મો ‘લવ આજ કલ’ અને ‘કુલી નં.૧’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી, જેના કારણે તેને ભારે ટીકા સહન કરવી પડી હતી.મુદસ્સર અઝીઝના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ ૨૦૧૯ની ફિલ્મ ‘પતિ, પત્નિ ઔર વો દો’ આધ્યાત્મિક સિક્વલ છે. કોમેડી ઓફ એરર્સ તરીકે વર્ણવાતી આ ફિલ્મમાં પ્રજાપતિ (આયુષ્યમાન ખુરાના) નામના પાત્રની વાર્તા બતાવવામાં આવી છે, જે ત્રણ મહિલાઓ વચ્ચે ફસાઈ જાય છે. આ મહિલાઓના પાત્રોમાં સારા અલી ખાન, ર કુલપ્રિત સિંઘ અને વામિકા ગબ્બી જાેવા મળે છે.





