
યશરાજનાં સ્પાય યુનિવર્સમાં આલિયાને ખુન કરવા માટે તાલીમ અપાઈ છે આલ્ફામાં સ્પાય આલિયા હવે બનશે ક્રુર ખુની આલ્ફામાં આલિયા ભટ્ટના પાત્ર દ્વારા એક એવી યુવતીની ઓરિજિનલ સ્ટોરી બતાવવામાં આવશે, જેને કદાચ બાળપણથી જ ખુની બનવા માટે ઉછેરવામાં આવી આલિયા, શર્વરી, બૉબી દેઓલ અને અનિલ કપૂરની આદિત્ય ચોપરાના યશરાજ ફિલ્મ્સ સ્પાયવર્સની સ્પાય થ્રિલર આલ્ફા અંગે સમયાંતરે અહેવાલો આવતા રહે છે. હવે આ અંગે નવા અહેવાલો આવી રહ્યા છે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આલ્ફામાં આલિયા ભટ્ટના પાત્ર દ્વારા એક એવી યુવતીની ઓરિજિનલ સ્ટોરી બતાવવામાં આવશે, જેને કદાચ બાળપણથી જ ખુની બનવા માટે ઉછેરવામાં આવી હશે. જાે આ સાચું હોય, તો તેનો અર્થ એ થાય છે કે આલિયાનું પાત્ર યશરાજના સ્પાય યુનિવર્સમાં અત્યાર સુધી જાેવા મળેલા કોઈપણ પાત્રથી સંપૂર્ણ અલગ હશે. આ બાબત ફિલ્મને વધુ રસપ્રદ બનાવે છે, કારણ કે આલિયાનું અત્યાર સુધી આ સિરીઝની ફિલ્મોમાં દર્શકોને બતાવવામાં આવેલા સ્પાય જેવું પાત્ર નથી.વાયઆરએફ સ્પાય યુનિવર્સમાંથી ફરી એક નવો સ્પાય જાેવા અંગે પહેલાં દર્શકો થોડા થાકી જશે એવી ચર્ચા શરૂ થઈ હતી અને એવી ચર્ચા વધી રહી હતી કે આદિત્ય ચોપરાએ હવે વર્ષાેથી ચાલતી ફોર્મ્યુલાથી અલગ કંઈક કરવું જાેઈએ. કદાચ આલ્ફા એ જ રીતે તૈયાર થઈ રહેલી ફિલ્મ છે.ફિલ્મની પ્રક્રિયા અંગે જાણતા એક સિનિયર ટ્રેડ સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “આલ્ફા વાયઆરએફ સ્પાય યુનિવર્સ માટે એક મોટો વળાંક સાબિત થઈ શકે છે. તે એક એવું લીડ કેરેક્ટર રજૂ કરે છે જે ખુની છે, સ્પાય નહીં, જેમ આપણે અગાઉના બધા લીડ કેરેક્ટર જાેયાં છે. પહેલીવાર આદિત્ય ચોપરા આપણને એવી નવી સ્ટોરી આપી રહ્યા છે જે વધુ ગ્રે અને એન્ટી હિરો જેવું પાત્ર છે. આ દર્શકો માટે નવો અનુભવ હોઈ શકે છે, નહીં તો એ જ વસ્તુ જાેવી અત્યંત બોરિંગ બની જાય.”સુત્રએ વધુમાં કહ્યું, “પહેલાંથી જાેતાં આવ્યા છીએ એવી હિરો સાથે આગળ વધતી પરંપરાગત સ્પાય ફિલ્મ નથી, આવી ફીમેલ એક્શન કેરેક્ટર ફિલ્મ બનાવવી એ પણ હિંમતની વાત છે. આ યુનિવર્સ માટે આ એક વિચારપૂર્વક બનાવેલી ફિલ્મ છે અને બહુ જરૂરી પણ છે, કારણ કે આ યુનિવર્સ અત્યાર સુધી લગભગ ૩,૨૬૯ કરોડનો બિઝનેસ આપી ચૂક્યું છે.” શિવ રવૈલે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ૧૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની છે.





