
રાશન આપનારા ડીલરો અને લાભાર્થીઓ અંગે કેન્દ્ર સરકારનો ર્નિણય.પીડીએસ લાભાર્થીઓની નોંધણી હવે એઆઈનો ઉપયોગ કરીને કરવામાં આવશે.”સાર્થક-ઁPDS” યોજના પર આશરે રૂ.૨૫,૫૩૦ કરોડ ખર્ચ કરાશે : લાંબા સમયની માંગણીઓ વચ્ચે રાશન ડીલરોના કમિશનમાં વધારો કરાશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો. આ ર્નિણયની સીધી અસર રાશન મેળવતા ૮૦ કરોડ લોકોને થશે. સરકારે રાશન પ્રણાલી (PDS – જાહેર વિતરણ વ્યવસ્થા) અંગે એક મોટો ર્નિણય લીધો છે. આ હેતુ માટે “સાર્થક-PDS” યોજના શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર યોજના પર આશરે રૂ.૨૫,૫૩૦ કરોડ ખર્ચ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશના ૮૦ કરોડ લોકોને રાશન પૂરું પાડવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ સાર્થક પીડીએસ યોજનામાં ત્રણ ફેરફારો કરવામાં આવ્યા છે. આમાં રાજ્ય સરકારોને સહાય, ટેકનોલોજીનો ઉપયોગ અને પીડીએસ લાભાર્થીઓની નોંધણી હવે એઆઈનો ઉપયોગ કરીને કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારોને મોટા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) ના વેરહાઉસમાંથી અનાજને વ્યક્તિગત જિલ્લાઓ, બ્લોક અને અંતે રાશનની દુકાનોમાં પહોંચાડવામાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે કેન્દ્ર સરકાર રાજ્યોને નાણાકીય સહાય પૂરી પાડશે. બીજાે ફેરફાર એ છે કે રાશન ડીલરોના કમિશનમાં વધારો કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “લાંબા સમયથી રાશન ડીલરોના કમિશનમાં વધારો કરવામાં આવ્યો ન હતો. ડીલરોના કમિશનમાં વધારો કરવાની સતત માંગણીઓ કરવામાં આવી રહી હતી. આજે, સરકારે આ માંગણી સ્વીકારી છે અને તેમનું કમિશન વધારવાનો ર્નિણય લીધો છે.” ત્રીજાે અને અંતિમ ફેરફાર એ છે કે સમગ્ર રાશન સિસ્ટમને વધુ આધુનિક અને પારદર્શક બનાવવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “સરકાર આ વિશાળ બજેટમાંથી રાશન વિતરણનો ખર્ચ ઉઠાવશે. તેનાથી દુકાનદારોની આવક વધશે અને સમગ્ર સિસ્ટમ ડિજિટલ અને આધુનિક બનશે.” કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “હાલની ગરમીની પરિસ્થિતિ અંગે તમામ મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીના રાષ્ટ્રના નામ સંદેશને પહોંચાડવા માટે અનેક ટ્વીટ કરવામાં આવ્યા હતા. તે સંદેશના જવાબમાં દરેક મંત્રાલય અને વિભાગ પોતપોતાના અધિકારક્ષેત્રમાં લઈ શકે તેવા ચોક્કસ પગલાંઓની ચર્ચા કરવામાં આવી હતી.” આ ઉપરાંત બેઠકમાં દેશના કેટલાક રાજ્યોમાં પડી રહેલી લૂની પણ ચર્ચા કરવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશના કેટલાક રાજ્યોમાં લૂની વર્તમાન સ્થિતિ અંગે તમામ મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને મેસેજ પહોંચાડવા માટે અનેક ટ્વિટ પણ કર્યા છે. તેમના મેસેજે અંગે બેઠકમાં લૂની સમસ્યા નિવારવા ખાસ પગલા ભરવા પર ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ‘અસહ્ય ગરમી અને લૂ દરમિયાન નાગરિકોને રાહત આપવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી છે. આ માટે ખાસ સુવિધા અને ઉપાયો પર ધ્યાન અપાયું છે અને તેને આરોગ્ય મંત્રાલય, જળ સંશાધન ક્ષેત્ર સહિત સંબંધીત વિભાગો દ્વારા લાગુ કરવામાં આવી શકે છે. વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે, જ્યારે આવા મોટા પડકારોનો સામનો કરવો હોય તો આપણે આખા દેશની રાષ્ટ્ર ભાવના સાથે આગળ વધવું જાેઈએ.





