વાહનચાલકો માટે ખુશખબર ટોલ ટેક્સના નવા નિયમોથી વાહન ચાલકોની સસ્તી થશે સફર હવે તમે હાઇવે પર જેટલા કિલોમીટર ગાડી ચલાવશો ટેક્સ પણ ફક્ત તેટલા જ અંતરનો આપવો પડશે જાે તમે અવારનવાર નેશનલ હાઇવે અથવા એક્સપ્રેસવે પર મુસાફરી કરો છો, તો NHAI નો નવો ર્નિણય તમારા માટે મોટી રાહત લઈને આવ્યો છે. સરકારે ટોલ ટેક્સ વસૂલવાની જૂની ફોર્મ્યુલાને સંપૂર્ણપણે બદલીને નવી સિસ્ટમ લાગુ કરી દીધી છે.
હવે હાઇવે પર વાહન ચલાવનારાઓ પાસેથી મનમાની રીતે ટોલ વસૂલવો શક્ય નથી. આ નવા નિયમનો સીધો હેતુ દેશભરના લાખો વાહનચાલકોના ખિસ્સા પર પડતા બોજને ઓછો કરવાનો અને તેમની મુસાફરીને સરળ બનાવવાનો છે. ચાલો જાણીએ કે, નવી ટોલ ફોર્મ્યુલાથી તમારી હાઇવેની યાત્રા કેટલી સસ્તી અને સરળ થવા જઈ રહી છે.
નોંધનીય છે કે, જૂના નિયમ મુજબ જાે તમે હાઇવે પર માત્ર ૧૦ કે ૧૫ કિલોમીટરનું અંતર પણ કાપતા હતા, તો પણ તમારે આખા ૬૦ કિલોમીટરના ટોલ પ્લાઝાનો ફિક્સ ચાર્જ ચૂકવવો પડતો હતો. નવા નિયમમાં આ સિસ્ટમને નાબૂદ કરી દેવામાં આવી છે.
હવે તમે હાઇવે પર જેટલા કિલોમીટર ગાડી ચલાવશો ટેક્સ પણ ફક્ત તેટલા જ અંતરનો આપવો પડશે. સેટેલાઇટ આધારિત GPS ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ થવાથી તમારા ખાતામાંથી માત્ર નક્કી કરેલા ચોક્કસ અંતરના જ રૂપિયા કપાશે, જેનાથી ટૂંકા રૂટ પર ચાલતા લોકોને સૌથી વધુ ફાયદો થશે.
જ્યારે હવે ટોલ પ્લાઝા પર લાગતી લાંબી જામની સમસ્યા પણ ખતમ થવા જઈ રહી છે. નવી ઓટોમેટિક સિસ્ટમથી ગાડીઓ રોકાયા વગર ટોલ ક્રોસ કરી શકશે, જેનાથી બેરિયર પર લાગતી લાંબી કતારોમાંથી મુક્તિ મળશે.
જ્યારે ગાડીઓ વગર કારણે ચાલુ રાખીને ઊભી નહીં રહે, ત્યારે ઈંધણનો વપરાશ પણ ઘણો ઓછો થશે અને સમયની પણ બચત થશે. NHAI નું માનવું છે કે, આ વ્યવસ્થાથી હાઇવે પર ગાડીઓની સ્પીડ જળવાઈ રહેશે અને મુસાફરીનો અનુભવ પહેલાં કરતા ઘણો વધુ સ્મૂથ અને ઝંઝટ-મુક્ત થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, હાઇવેની આસપાસ રહેતા સ્થાનિક લોકો માટે પણ નવા નિયમોમાં વિશેષ રાહતની જાેગવાઈ કરવામાં આવી છે. અવારનવાર લોકલ લોકોને રોજ-રોજ ટોલ આપવાની ફરિયાદો રહેતી હતી.
પરંતુ હવે પાસ બનાવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. આની સાથે જ આખી સિસ્ટમને ડિજિટલ અને પારદર્શક બનાવી દેવામાં આવી છે, જેનાથી ઓવરચાર્જિંગની કોઈ જ ગુપ્ત કે ખોટી અવકાશ રહેશે નહીં. કુલ મળીને જાેઈએ તો આ નવું પગલું હાઇવે પર ચાલતા દરેક મુસાફરના ખિસ્સા અને સમય બન્નેની સારી એવી બચત કરનારું સાબિત થશે.





