
ટ્રમ્પ-હું શાંતિ પ્રસ્તાવથી સંતુષ્ટ નથી સીઝફાયરનો ભંગ? અમેરિકાનો ૩ દિવસમાં બીજી વખત ઈરાન પર હુમલો ઈરાની મીડિયા અહેવાલો મુજબ, રાત્રે ૧.૩૦ વાગ્યે વિસ્ફોટો થયા હતા, જેના કારણે ત્યાંની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરવી પડી હતી પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ છે. માત્ર ૩ દિવસના ગાળામાં અમેરિકાએ બીજીવાર ઈરાન પર હુમલા કર્યા છે. આ વખતે અમેરિકાની સેનાએ દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. આ સ્ટેશન પરથી ડ્રોન ઉડાડવાની તૈયારીઓ ચાલી રહી હતી, જેને અમેરિકાની સેનાએ તોડી પાડ્યા હતા. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી સંપૂર્ણપણે ‘આત્મરક્ષા’ માટે કરવામાં આવી છે. તેનો હેતુ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજાેની સુરક્ષા કરવાનો છે. જાેકે, ઈરાન તેને ‘સીઝફાયરનું ઉલ્લંઘન’ ગણાવી રહ્યું છે. આ હુમલાઓને કારણે પહેલાથી જ અનિશ્ચિત એવી શાંતિ વાર્તા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે.હુમલાના લક્ષ્યો: અમેરિકાએ ઈરાનના મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને ડ્રોન કંટ્રોલ સ્ટેશન્સને નિશાન બનાવ્યા છે.ડ્રોનનો ખાતમો: અમેરિકાની સેનાએ કુલ ૪ આત્મઘાતી ડ્રોન તોડી પાડ્યા છે, જે દરિયાઈ માર્ગ માટે ખતરો હતા.બંદર અબ્બાસની સ્થિતિ: ઈરાની મીડિયા અહેવાલો મુજબ, રાત્રે ૧.૩૦ વાગ્યે વિસ્ફોટો થયા હતા, જેના કારણે ત્યાંની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરવી પડી હતી.અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્થિતિ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, હું ઈરાન સાથેના હાલની ડીલના ડ્રાફ્ટથી સંતુષ્ટ નથી. કાં તો કામ પૂરું કરવું પડશે, અથવા તો અમે ફરીથી હુમલા ચાલુ રાખીશું. ઈરાન સંધિ કરવા માટે આતુર દેખાય છે, પરંતુ જ્યાં સુધી પરિણામ નહીં મળે, ત્યાં સુધી લશ્કરી દબાણ ચાલુ રહેશે.





