તેલ, LPG અને કેમિકલ લઈ જતા જહાજાે નિશાન પર હોર્મુઝમાં ૫૦ ઓઈલ ટેન્કર-કાર્ગો શિપ પર સાયબર હુમલાની આશંકા જહાજાેને ધમકીભર્યા સંદેશા અને બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણીઓ મળ્યાની માહિતી પણ સામે આવી છે
મધ્ય પૂર્વમાં વધતા સૈન્ય તણાવ વચ્ચે હવે હોર્મુઝ સ્ટ્રેટમાં સાયબર હુમલાની આશંકાએ ચિંતા વધારી છે. મીડિયા અહેવાલો અનુસાર, વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ આ જળમાર્ગમાંથી પસાર થતાં આશરે ૫૦ તેલ ટેન્કર અને અન્ય માલવાહક જહાજાેને સાયબર હુમલાથી અસર પહોંચ્યાની આશંકા છે. અમેરિકી અધિકારીઓને આ હુમલાઓ પાછળ ઈરાનની સંડોવણી હોવાની શંકા છે, જ્યારે રશિયાની સંભવિત ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
અહેવાલ મુજબ અસરગ્રસ્ત જહાજાેમાં ક્રૂડ ઓઈલ તથા અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો લઈ જતા ટેન્કરો ઉપરાંત LPG , કેમિકલ અને અન્ય જાેખમી માલસામાનનું પરિવહન કરતા જહાજાેનો પણ સમાવેશ થાય છે.
કેટલાક જહાજાેને ધમકીભર્યા સંદેશા અને બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણીઓ મળ્યાની માહિતી પણ સામે આવી છે.
આ સમગ્ર ઘટનાની અમેરિકી સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જાેકે, હુમલાઓ પાછળ કોણ જવાબદાર છે તે અંગે અંતિમ પુષ્ટિ હજુ થઈ નથી.
હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનું એક છે. અહીંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનું પરિવહન થાય છે. તેથી આ વિસ્તારમાં શિપિંગ કામગીરીમાં મોટો વિક્ષેપ સર્જાય તો આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ બજારમાં તાત્કાલિક પ્રતિક્રિયા જાેવા મળી શકે છે.
અમેરિકાને આશંકા છે કે ઈરાન પરંપરાગત સૈન્ય દબાણ ઉપરાંત સાયબર ક્ષમતાનો ઉપયોગ કરીને દરિયાઈ વેપારને અસર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ, આ સમગ્ર કાવતરામાં રશિયાની સંભવિત ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
સાયબર સુરક્ષા સંબંધિત અહેવાલો અનુસાર, હુમલાખોરોએ કેટલાક જહાજાેમાં ઉપયોગમાં લેવાતા Fortin રાઉટર્સની ટેકનિકલ નબળાઈનો લાભ લીધો હોવાની આશંકા છે. આવી સિસ્ટમો જહાજાેના સંચાર અને નેટવર્ક કનેક્ટિવિટી માટે મહત્વપૂર્ણ બની શકે છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકી કોસ્ટ ગાર્ડે અસરગ્રસ્ત જહાજાેની સુરક્ષા અને સહાય માટે સાયબર સુરક્ષા ટીમોને સક્રિય કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં લાંબા સમય સુધી શિપિંગ વ્યવસ્થા ખોરવાય અથવા તેલના પુરવઠામાં અડચણ આવે તો વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવી શકે છે. ભારત પોતાની ક્રૂડ જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, તેથી આંતરરાષ્ટ્રીય ક્રૂડમાં સતત વધારો થાય તો પેટ્રોલ-ડીઝલની કિંમત, રિફાઈનિંગ માર્જિન, પરિવહન ખર્ચ અને મોંઘવારી પર દબાણ વધી શકે છે.
હાલમાં માત્ર સાયબર હુમલાની આશંકાના આધારે સ્થાનિક પેટ્રોલ-ડીઝલના ભાવમાં સીધો વધારો નિશ્ચિત માનવો યોગ્ય નથી. પરંતુ હોર્મુઝમાંથી તેલની હેરફેરમાં ગંભીર અને લાંબો વિક્ષેપ સર્જાય તો ઊર્જા બજાર માટે જાેખમ નોંધપાત્ર રીતે વધી શકે છે.




